મોરબી જિલ્લાના હળવદ ગામે આવેલા એક ખેતરમાં આગ લાગવાનો બનાવ બન્યો. હળવદના વેગડવાવ ગામે ઘઉંના ખેતરમાં એકાએક આગ ફાટી નીકળતા મોટા ભાગનો મોલ સળગીને ખાખ થઈ ગયો હતો. જો કે ઘટના અંગેની જાણ થતાં જ ખેડૂત અને આસપાસના ખેતરમાં રહેલા અન્ય લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જો કે આગ એટલી વિકરાળ હતી કે ખેતરમાં ઊભો ઘઉંનો મોટાભાગનો પાક સળગી ગયો હતો. પ્રાથમિક અંદાજ પ્રમાણે આગની ઘટના ખેતરમાંથી પસાર થતાં વીજ વાયરમાંથી તણખો પડવાને કારણે બની હોવાનું અનુમાન છે. ત્યારે વિકરાળ આગના આ દ્રશ્યો વાયરલ થઈ રહી રહ્યા છે.
Source link
