ગુજરાત ATSએ એલોવેરાના નામે થતી એટોમિડેટ ડ્રગની આંતરરાષ્ટ્રીય હેરાફેરીનો પર્દાફાશ કર્યો

ગુજરાત ATSએ એલોવેરાના નામે થતી એટોમિડેટ ડ્રગની આંતરરાષ્ટ્રીય હેરાફેરીનો પર્દાફાશ કર્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત ‘એટોમિડેટ’ પાવડરની ગેરકાયદેસર નિકાસ કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને આ કેસ સાથે જોડાયેલા આરોપી નિકુંજ ગઢિયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી ચેતન કનુભાઈ વાવડિયા અને ભૌતિક દામજીભાઈ પદમણી ફરાર હોવાની તેમની તપાસ શરૂ કરી છે.

કઈ રીતે ચાલતું આખું કૌભાંડ?
કઈ રીતે ચાલતું આખું કૌભાંડ?

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થની ગેરકાયદેસર નિકાસ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે હાલ ATSએ એક આરોપીની ધરપકડ પણ કરી છે. જે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં પ્રતિબંધિત એવા ‘એટોમિડેટ’ (Etomidate) નામના પાવડરને એલોવેરા પાવડરના નામે મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં મોકલતો હતો. જેની પૂછપરછમાં પ્રતિબંધિત દવાઓનું વિદેશમાં કેવી રીતે વેચાણ થાય છે તે આખા રેકેટની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

વિગતે વાત કરીએ તો, ગુજરાત ATS દ્વારા સુરત શહેર એસ.ઓ.જી. (SOG)ની મદદથી નિકુંજ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે. નિકુંજે પોતાની કંપની ‘DWN બાયોસાયન્સ’ મારફતે આશરે 50 કિલો પાવડર મલેશિયા નિકાસ કર્યો હતો. તેની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ પાવડર વિદેશમાં અંદાજિત 4000થી 5000 યુએસ ડોલર (USD) પ્રતિ કિલોના ભાવે મોકલવામાં આવતો હતો. આ ડ્રગ્સ મલેશિયાના ડ્રગ કાર્ટેલના સભ્ય ‘મિસ્ટર ચુઆ ઝી ઝુઆન’ (Mr. Chua Zhi Xuan) અને અન્ય લોકોના સંપર્કથી મોકલવામાં આવતું હતું. જોકે હાલ થાઈલેન્ડ પોલીસ દ્વારા આ મોકલાયેલ જથ્થો જપ્ત કરી લીધો છે.

જ્યારે આ કેસની જ તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓની પણ સંડોવણી સામે આવી છે. ATSએ પકડેલા આરોપી નિકુંજની જેમ જ ચેતન કનુભાઈ વાવડિયા નામનો શખ્સે પોતાની ‘રુદ્ર એન્ટરપ્રાઇઝ’ નામની કંપની મારફતે આશરે 50 કિલો પાવડર મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ મોકલ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ ભૌતિક દામજીભાઈ પદમણીએ પોતાની કંપની ‘જાની ફાર્મા’ના નામે આશરે 25 કિલો પાવડર મલેશિયા અને થાઈલેન્ડ મોકલ્યો હતો.

કઈ રીતે ચાલતું આખું કૌભાંડ?

તપાસમાં ખુલ્યું છે કે, આ ત્રણેય આરોપીઓ મુંબઈ એરપોર્ટથી એર-કાર્ગો મારફતે આ પ્રતિબંધિત પદાર્થ વિદેશ મોકલતા હતા. કસ્ટમ્સ ક્લિયરન્સ મેળવવા માટે તેઓ ખોટા બિલો બનાવતા હતા. તેઓ ‘એટોમિડેટ’ પાવડરના બદલે ‘એલોવેરા પાવડર’ના લેબલ લગાવી મિસડેકલેરેશન (ખોટી જાહેરાત) કરતા હતા. જોકે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને કારણે હાલ આ ગઠિયાઓની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થની ગેરકાયદેસર નિકાસ થતા મોટા રેકેટનો ભાંડો ફૂટ્યો છે અને હાલ બે ફરાર આરોપીઓની ધરપકડ કરવા પોલીસ અને ATSએ ચક્રો ગતિમાન કર્યા છે.

નોંધનીય છે કે, એટોમિડેટ પાવડર થાઈલેન્ડમાં સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ અને મલેશિયામાં પોઈઝન્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. આ અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો (336, 338, 340, 350) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *