ગુજરાતના વિકાસદરમાં ઘટાડો અને કેન્દ્રની સહાયમાં અન્યાયનો આક્ષેપ સાથે શૈલેષ પરમારના સવાલો

ગુજરાતના વિકાસદરમાં ઘટાડો અને કેન્દ્રની સહાયમાં અન્યાયનો આક્ષેપ સાથે શૈલેષ પરમારના સવાલો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકારની આર્થિક દિશા અને કેન્દ્ર સરકારના સહાય પેકેજ અંગે તીખા સવાલો ઉઠાવ્યા. સરકાર વિકાસ અને રોકાણના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક આંકડાઓ રાજ્યની આર્થિક ગતિ ધીમી પડતી હોવાની દિશા દર્શાવે છે, એવો આક્ષેપ તેમણે ગૃહમાં કર્યો.

ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકારની આર્થિક દિશા અને કેન્દ્ર સરકારના સહાય પેકેજ અંગે તીખા સવાલો ઉઠાવ્યા.
ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકારની આર્થિક દિશા અને કેન્દ્ર સરકારના સહાય પેકેજ અંગે તીખા સવાલો ઉઠાવ્યા.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂરક માંગણીઓ પર યોજાયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકારની આર્થિક દિશા અને કેન્દ્ર સરકારના સહાય પેકેજ અંગે તીખા સવાલો ઉઠાવ્યા. સરકાર વિકાસ અને રોકાણના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક આંકડાઓ રાજ્યની આર્થિક ગતિ ધીમી પડતી હોવાની દિશા દર્શાવે છે, એવો આક્ષેપ તેમણે ગૃહમાં કર્યો.

ચર્ચા દરમિયાન પરમારે સામાજિક-આર્થિક સમીક્ષા રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વર્ષ 2024-25માં ગુજરાતનો વિકાસદર 9.2 ટકા હતો, જે વર્ષ 2025-26માં ઘટીને 8.3 ટકા રહ્યો છે. “એક ટકાનો ઘટાડો નાનો લાગતો હોય, પરંતુ રાજ્ય જેવી મોટી અર્થવ્યવસ્થા માટે તે ચિંતાજનક સંકેત છે,” એમ તેમણે જણાવ્યું. તેમના કહેવા મુજબ વિકાસદર ઘટે અને સાથે દેવું વધે તો લાંબા ગાળે રાજ્યની આર્થિક સ્થિતિ પર દબાણ ઊભું થાય છે.

પૂરક માંગણીઓ પર સરકાર વારંવાર વધારાનો ખર્ચ મંજૂર કરાવી રહી છે, જેના કારણે રાજ્યની તિજોરી પર વધારાનો બોજ પડે છે, એવો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો. બજેટમાં અનુમાનિત ખર્ચ અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત વધી રહ્યો છે, જે નાણાકીય શિસ્ત માટે સવાલ ઊભો કરે છે, એમ તેમણે દલીલ કરી.

રાજ્યમાં છેલ્લા સમયગાળામાં આવેલા પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આપત્તિ સમયે ₹11,000 કરોડની જાહેરાતો કરી હતી, પરંતુ જ્યારે કેન્દ્રીય સહાયની વાત આવે છે ત્યારે યોગ્ય પ્રતિસાદ મળતો નથી. વાવાઝોડા બાદ NDRF હેઠળ ₹1,553 કરોડની માંગણી કરવામાં આવી હોવા છતાં કેન્દ્ર તરફથી રકમ ફાળવાઈ નથી, એવો દાવો તેમણે કર્યો.

ચર્ચા દરમિયાન સત્તારૂઢ પક્ષના સભ્યો દ્વારા આ આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા હતા અને રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત હોવાનું કહેવાયું હતું. તેમ છતાં, પરમારના આંકડાઓ અને દલીલોને કારણે ગૃહમાં નાણાકીય નીતિઓ અંગે ચર્ચા દરમિયાન ગરમાવો આવ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *