જૂનાગઢના ધંધુસર ગામમાં વર્ષોથી ચાલી રહેલી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. હોળીના બિજે દિવસે આ ગામમાં રા ઉત્સવની ઉજવણી થાય છે. આ પરંપરા દશકોથી ચાલતી આવી છે. જે પરિવારમાં દિકરાના ઘરે સંતાન ન હોય તેઓ માનતા રાખે છે. સંતાન પ્રાપ્તી થયા બાદ તે વ્યક્તિ ગર્દભ પર બેસીને આખા ગામમાં ફરે છે. જે વ્યક્તિને બેસાડવામાં આવે તેના મોઢા પર અબિલ ગુલાલ લગાવામાં આવે છે અને હાથમાં તલવાર આપીને વાજતે ગાજતે વરઘોડાની માફક તેને ફેરવવામાં આવે છે.
Source link
