રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો રંગોથી ભરેલા હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની 214 વર્ષોથી વધુ સમયથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામે અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે. આ ઐતહાસિક ગામમાં બે દાયકાઓ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવા પાછળ એક લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા.
Source link
