ગાંધીનગર: ભાજપના કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મેદાનમાં, VB જી રામજી બિલથી રણનીતિ ઘડાશે

ગાંધીનગર: ભાજપના કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મેદાનમાં, VB જી રામજી બિલથી રણનીતિ ઘડાશે

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. ભાજપે તેના કાર્યકરોને મેદાનમાં ઉતારી દીધા છે. જેમાં વીબી જી રામજી બિલના નામે જનસંપર્કની રણનીતિ ઘડાશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં

ગાંધીનગર: ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જોવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ હવે ગ્રાઉન્ડમાં જવાની રણનીતિ ઘડી રહ્યું છે. આમ તો ભાજપ ગ્રાઉન્ડમાં જવા માટે રામના નામે જવા માટેની રણનીતિ ઘડતું આવ્યું છે. પરંતુ હવે રામ મંદિરના નહીં પરંતુ રામના નામે આવેલા બિલ અંગે જનસંપર્ક કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ભાજપ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવેલ સુધારા વિધેયક એટલે કે VB જી રામજી એટલે કે (વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ બિલ) જે 2025 સંસદમાં પસાર થયું છે. તે અંગે હવે ગ્રાઉન્ડમાં કાર્યકરો જવા માટેનો ટાસ્ક આપ્યો છે. એટલે હવે કાર્યકરો VB જી રામજી બિલ અંગે પ્રચાર પ્રસાર કરશે.

મહત્વનું છે કે મનરેગાના સ્થાને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે ભાજપ આ બિલનો સહારો લઈને ગ્રાઉન્ડમાં જવા માટેની રણનીતિ ઘડાઈ છે. ભાજપે VB જી રામજી બિલને ગ્રાઉન્ડ લઈ જવા માટે આજે ખાસ બેઠક ગાંધીનગર ખાતેના કમલમ ખાતે યોજી હતી. જે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે મળેલી બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા પ્રમુખો, જિલ્લાના સંગઠનમાં મહામંત્રીઓ તેમજ ધારાસભ્યો અને ભાજપના સાંસદ સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આજે યોજાયેલી બેઠકમાં જી રામજી બિલને ગ્રાઉન્ડ ઉપર લઈ જવા માટેની રણનીતિ અંગે ટાસ્ક પણ કાર્યકરોને સોંપાયો હતો.

ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે 18000 જેટલા ગામડાઓ VB જી રામજી યોજનાના ફાયદા વિશે ખેડૂતોને સમજાવશે. જેમાં ખાસ કરીને ખેડૂતો સાથે જનસંપર્ક માટેનો ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં VB જી રામજી બિલ અંગે ખેડૂતો સાથેનો ગ્રાઉન્ડમાં જઈને સંપર્ક કરીને સમજવા પર ભાર મુકાયો છે કે, મનરેગાનું અપડેટ વર્ઝન છે. તેવી રીતે પ્રચાર પ્રસાર કરવા માટે બિલ અંગે જનસંપર્ક કરવા માટે જણાવ્યું છે.

આ સિવાય જે ત્રુટીઓ મનરેગામાં હતી તે સુધારીને નવી યોજના અમલીકરણ બની છે, તેમજ નકારાત્મક રાજનીતિએ કોંગ્રેસનું મૂળ સિદ્ધાંત છે તે વાત મૂકીને કોંગ્રેસ પર પ્રહાર કરી પ્રચાર પ્રસાર માટેનો ટાસ્ક સોંપાયો છે. આમ ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાતના ગામડા ખૂંદવા માટેની રણનીતિ બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે વી રામજી બિલ અંગે ગ્રાઉન્ડ માં ભાજપના કાર્યકરોનો પ્રચાર પ્રસાર કેટલો રંગ લાવે છે. બિલ અંગે જનસંપર્ક ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલો ફાયદો થાય છે તે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જ પરિણામ બાદ જ ખ્યાલ આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *