ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને મંથન બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અંગેનું મંથન થયું

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને મંથન બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અંગેનું મંથન થયું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ બેઠકમાં કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર મુરલીધર મોહોલ, ગુજરાતના સહકાર મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારા ઉપસ્થિત યોજાઇ હતી.





ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને મંથન બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અંગેનું મંથન થયું ! 

News18
News18

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને મંથન બેઠક યોજાઈ હતી. જેમાં સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અંગેનું મંથન અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે  સહકારી સંસ્થાઓના રૂ. 265.30કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જેના ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ બેઠકમાં કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર મુરલીધર મોહોલ, ગુજરાતના સહકાર મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારા ઉપસ્થિત યોજાઇ હતી.

જેમાં ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા સહકારથી સમૃદ્ધિ ના વિઝનને સાકાર કરવાના હેતુથી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની એક ઉચ્ચ સ્તરીય મંથન બેઠક કેન્દ્રીય ગૃહ અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓ જેમ કે શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. 40 કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત ઇથેનોલ ડીસ્ટીલરી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. તેમજ શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. 135 કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત 30 મેગાવોટ પાવર કો-જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ અને શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. 8 કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત ઓર્ગેનિક પોટાસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે

અમૂલ (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) દ્વારા રૂ. 40 કરોડના ખર્ચે આણંદના ખાત્રજ ખાતે નવનિર્મિત વેરહાઉસનું લોકાર્પણ અને અમૂલ (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) દ્વારા રૂ. 35 કરોડના ખર્ચે આણંદના ખાત્રજ ખાતે નવનિર્મિત વ્હે પ્રોટીન કન્સન્ટ્રેશન પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. તેમજ અમરેલીની સાવરકુંડલા APMC ખાતે રૂ. 3.67 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મોટા કદના વેરહાઉસનું ખાતમુહૂર્ત અને પાટણ APMC ખાતે રૂ. 3.63 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મોટા કદના વેરહાઉસનું ખાતમુહૂર્ત થયું.

આજે યોજાયેલી મંથન બેઠકના શુભારંભ સત્ર દરમિયાન અમિત શાહ સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યોની શ્રેષ્ઠ પધ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ પરના એક વિશેષ અહેવાલનું વિમોચન પણ કર્યું હતું. તેમજ જેમાં દેશની 20 જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓએ સહભાગી બની બની હતી. તેમજ NDDB, અમૂલ, ઇફકો અને બનાસ ડેરી જેવી સંસ્થાઓએ પોતાની અત્યાધુનિક સેવાઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. સાથે જ, NFDB, NCEL, BBSSL અને NCOL જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ સહિત કુલ 78 જેટલા પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સ્ટોલ્સને પણ પ્રદર્શનીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આજે યોજાયેલી મહાત્મા મંદિર ખાતે બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સહકારી માળખાને વધુ મજબૂત કરી, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો હતો. જેમાં ટેકનોલોજીના ઉપયોગ અને સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/ગાંધીનગર/

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને મંથન બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અંગેનું મંથન થયું



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *