ઉનાળામાં ખીલ કે બ્લેકહેડ્સ જેવી સમસ્યા થવી સ્વાભાવિક છે પણ જો તેની કાળજી રાખવામાં આવે તો તેનાથી છુટકારો મળી શકે છે. તો ચાલો જાણીએ, કેટલાક ઘરેલું ઉપચાર વિશે જે તમને ખીલ અને બ્લેકહેડ્સથી રાહત આપી શકે છે.
હળદરનો ઉપયોગ: હળદર બ્લેકહેડ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે હળદરનો ફેસ પેક બનાવી શકો છો અને તેને તમારા ચહેરા પર લગાવી શકો છો. હળદરમાં નાળિયેર તેલ અથવા મધ મિક્સ કરીને ફેસ પેક બનાવી શકાય છે. આ માટે પહેલા હળદરને થોડું શેકો પછી તેમાં મધ ઉમેરો અને ફેસ પેક બનાવો. તેને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો.
ફેસ વોશ: ચહેરા પર વધુ પડતી ધૂળ અને ઓઈલી સ્કિનને કારણે બ્લેકહેડ્સ થાય છે. આથી, દિવસમાં બે વાર એટલે કે સવારે અને રાત્રે ચહેરો ધોવો. કારણ કે તે ત્વચા પર જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે અને ચહેરાને સાફ રાખે છે. બીજું કે, ફેસ વોશ કર્યા પછી ત્વચાને યોગ્ય લાગે તે મોઇશ્ચરાઇઝર લગાવો.
ગ્રીન ટી: ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ પણ શરીર માટે લાભદાયી છે. આ માટે પાણીમાં ગ્રીન ટી બેગ ઉમેરીને ચા બનાવો અને તેને થોડીવાર ઠંડુ થવા દો. ત્યારબાદ તેને રૂની મદદથી બ્લેકહેડ્સ પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો.
મુલતાની માટી: મુલતાની માટી બ્લેકહેડ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે મુલતાની માટીને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે તેમાં પાણી અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી પાણીથી ચહેરો ધોઈ લો.
સ્ક્રબ કરો: ઉનાળામાં બે વાર તમારા ચહેરાને સ્ક્રબ કરો. આ ચહેરા પર જામેલી ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે. આ પછી ફેસ પેક લગાવો કારણ કે તે ખુલ્લા છિદ્રોને બંધ કરવામાં મદદ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ અને ચમકદાર બનાવવામાં પણ ફાયદાકારક છે.