ગટર અને ડ્રેનેજ સફાઈ માટે અનેક સમસ્યા છે. પરંતુ સંસ્કારી નગરી વડોદરાના વોર્ડ 11ના કોર્પોરેટર અને તેમના સ્કૂલ સમયના મિત્રએ સાથે મળીને એક અનોખું ડિવાઈસ બનાવી દીધું છે. આ ડિવાઈસની મદદથી ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈ કામગીરીમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાશે. ઉલ્લેખનીય છે કે આ ડિવાઈસ કોઈ સામાન્ય મશીન નથી, પરંતુ ટેકનોલોજીનો ઉત્તમ નમૂનો છે. AI ટેકનોલોજીની મદદથી કામ કરે છે. આ ઉપકરણ મજબૂત સિંગલ-બોડી સ્ટ્રક્ચર ધરાવે છે. ગટરની અંદરની પરિસ્થિતિ જોવા માટે તેમાં ફ્રન્ટ ગ્લાસ સેક્શન અને 360-ડિગ્રી કેમેરા લગાવવામાં આવ્યા છે. રિમોટ ઓપરેશનથી ચાલતું આ મશીન સ્પેશિયલ નોઝલ સિસ્ટમ અને વિશેષ ક્લીનિંગ મટિરિયલ દ્વારા બ્લોકેજ દૂર કરે છે. ત્યારે જો આ ડિવાઈસમાં હવે વધુ સફળતા મળશે તો ગટર અને ડ્રેનેજની કાયમી સમસ્યાનો ઉકેલ આવશે.
Source link
