Final Up to date:
Viral Video: ભારતને જુગાડની ભૂમિ કહેવામાં આવે છે અને ઇન્ટરનેટ પર વાયરલ થતા વીડિયો વારંવાર સાબિત કરે છે કે, સાચી પ્રતિભાને કોઈ મોંઘા સાધનો કે ડિગ્રીની જરૂર નથી હોતી. હાલમાં એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેમાં એક વ્યક્તિએ નકામા પ્લાસ્ટિકના ડ્રમમાંથી એવું ગિટાર બનાવ્યું છે કે મોટા મોટા સંગીતકારો પણ જોઈ દંગ રહી જાય.
ભારતમાં ઘણા એવા’જુગાડુ’ લોકો છે, અને સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો જોવા મળે છે. જે સાબિત કરે છે કે, જો મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો મોંઘા સાધનોની જરૂર પડતી નથી. હાલમાં ઇન્ટરનેટ પર એક એવો જ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ નકામા ગણાતા વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમનો ઉપયોગ કરીને એક મધુર ગિટાર બનાવી દીધું છે. આ દેશી જુગાડ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિએ પાણી ભરવા માટે વપરાતા સામાન્ય વાદળી પ્લાસ્ટિકના ડ્રમમાં ફેરફાર કરીને તેને ગિટારનો આકાર આપ્યો છે. તેણે ડ્રમની વચ્ચેનો ભાગ કાપીને ત્યાં ગિટારના તાર ફિટ કર્યા છે અને ઉપરના ભાગે લાકડાની લાંબી પટ્ટી લગાવી છે જે ગિટારના હેન્ડલનું કામ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ગિટાર માત્ર જોવામાં જ સુંદર નથી, પણ તેમાંથી નીકળતો અવાજ કોઈ મોંઘા બ્રાન્ડેડ ગિટાર જેવો જ મધુર છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ યુઝર્સે તેના પર રમુજી અને પ્રશંસાત્મક કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું છે.
વેસ્ટમાંથી બેસ્ટમાંથી બેસ્ટ ‘ડ્રમ ગિટાર’નો વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર શેર કરવામાં આવ્યો છે, અને તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, લોકોને આ વીડિયો ખૂબ જ ગમ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, આ એન્જિનિયરિંગ તો આઈઆઈટીમાં પણ નથી ભણાવવામાં આવતું! તો બીજાએ કહ્યું હતું કે, આ ભાઈ પાસે તો એરોપ્લેન બનાવડાવવું જોઈએ. ઘણા લોકોએ આ વીડિયોને આનંદ મહિન્દ્રાને ટેગ પણ કર્યો છે, કારણ કે તેઓ અવારનવાર આવા દેશી ટેલેન્ટને પ્રોત્સાહન આપતા હોય છે.આ વીડિયો એ વાતનો પુરાવો છે કે, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ટેલેન્ટની કોઈ કમી નથી. જે લોકો મોંઘા વાદ્યો ખરીદી શકતા નથી, તેઓ પોતાની સૂઝબૂઝથી નકામી વસ્તુઓમાંથી પણ સંગીતના સાધનો બનાવી લે છે. આ ગિટાર બનાવનાર વ્યક્તિએ જે રીતે ચોકસાઈથી તાર ફિટ કર્યા છે અને સુર કાઢ્યા છે, તે તેની સંગીત પ્રત્યેની રુચિ અને મહેનત દર્શાવે છે

