ખેતરમાં ગાંજાની લીલોતરી ઝડપાઈ: રાજકોટના વિંછીયામાં પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો, ખેડૂત સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી

ખેતરમાં ગાંજાની લીલોતરી ઝડપાઈ: રાજકોટના વિંછીયામાં પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો, ખેડૂત સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

રાજકોટના વિંછીયામાં તાલુકાના ભડલી ગામની સીમમાં એક ખેડૂતે ખેતરમાં ગાંજો વાવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને લાખો રૂપિયાના ગાંજા સાથે ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે.

ખેતરમાં ગાંજાની ખેતી કરનાર ખેડૂતની ધરપકડ
ખેતરમાં ગાંજાની ખેતી કરનાર ખેડૂતની ધરપકડ

રાજકોટ: રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ભડલી ગામની સીમ વિસ્તારમાંથી 40 વર્ષીય રમેશ જાદવ નામના ખેડૂતને 37,10,000 રૂપિયાની કિંમતના ગાંજાના છોડ સાથે શનિવારના રોજ ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ બનાવ સંદર્ભે રાજકોટ ગ્રામ્યના જસદણ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત રમેશ જાદવ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. એફ. એ. પારગી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શનિવારના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ જસદણ વિંછીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે હકીકત મળી હતી કે, વિંછીયા તાલુકાના ભડલી ગામની સીમ વિસ્તારમાં રમેશ જાદવ નામના વ્યક્તિએ પોતાની ખેતીલાયક જમીનમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે.

આ માહિતીને આધારે રમેશ જાદવની વાડી ખાતે પહોંચતા જુવાર, કપાસ, મકાઈ તેમજ ઘઉંનું વાવેતર કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ છૂટુંછવાયું ગાંજાના છોડનું વાવેતર પણ કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રમેશ જાદવ છેલ્લા 15 વર્ષથી ખેતી કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.

એફએસએલની ટીમના પ્રાથમિક પરીક્ષણમાં માદક પદાર્થના છોડ ગાંજાના હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 74 kg થી વધુ ગાંજાના છોડનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. તેમજ આરોપી રમેશ જાદવને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે, ગાંજાના છોડવા તૈયાર થઈ ગયા બાદ તે ગાંજાનો જથ્થો કોને આપવાનો હતો. અગાઉ ક્યારેય તેણે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસની પૂછપરછમાં શું સત્ય સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/રાજકોટ/

ખેતરમાં ગાંજાની લીલોતરી ઝડપાઈ: રાજકોટના વિંછીયામાં પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો, ખેડૂત સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *