ગુજરાતના ખેડૂતો માટે વરસાદ બાદ વધુ એક સમસ્યા પેદા થઈ છે. પૂરતી મજૂરી છતા કામ માટે મજૂરો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દેવભૂમિ દ્વારકામાં હાલ ચોમાસુ પાકની કાપણી કરવાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ખેડૂતો પરેશાન છે, કારણ કે મજૂરોની અછત વર્તાઇ છે 500 રૂપિયા આપવા છતાં ખેતરમાં કામ કરવા મજૂરો આવતા નથી. એક જ સમયે બધા ખેડૂતોને પાકની કાપણી કરવાની હોય મજૂરોની અછત વર્તાઇ છે એક દિવસની 350 થી 400 રૂપિયા સુધીની મજૂરી ચાલે છે તેના બદલે 500 રૂપિયા સુધી ચૂકવવા છતાં પણ કામદારો મળતા નથી. જેથી હવે ખેડૂતોના પરિવારના સભ્યોએ પણ કામે જોતરાવાનો વારો આવ્યો છે.
Source link
