ખેડૂતોએ ‘સોનું’ વેચવા દોટ મૂકી, ભાવથી ખુશખુશાલ

ખેડૂતોએ ‘સોનું’ વેચવા દોટ મૂકી, ભાવથી ખુશખુશાલ

વર્લ્ડ WORLD
Spread the love



ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહામહેનતે પકવેલી મગફળીની ઢગલા મોઢે આવક થઈ છે. હાલ સોનાના ભાવમાં ખૂબ તેજી છે ત્યારે ખેડૂતો માટે પણ સોના સમાન મગફળીના ભાવમાં તેજી છે. પરિણામે ખેડૂતોને ખુલ્લા બજારમાં 20 કિલો એટલે કે મણ દીઠ 1200 રૂપિયાથી લઈને 1750 રૂપિયા સુધીના ભાવ ઉપજી રહ્યા છે. મગફળીના આટલા ઊંચા ભાવ મળતાં ખેડૂતોના ચહેરા પર સ્મિત છે. ચાલુ વર્ષે છેલ્લે છેલ્લે થયેલા માવઠાથી ખેડૂતોએ નુકસાની વેઠવી પડી હતી. જોકે, હાલ મગફળીના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોને એ નુકસાનીમાં થોડી રાહત જરૂર મળશે એવી આશા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *