ક્રિકેટ રસીકો માટે મોટા સમાચાર, અમદાવાદમાં T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન મોડી રાત સુધી દોડાવાશે મેટ્રો

ક્રિકેટ રસીકો માટે મોટા સમાચાર, અમદાવાદમાં T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન મોડી રાત સુધી દોડાવાશે મેટ્રો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

તાજેતરમાં T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ T20 વર્લ્ડકપ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 7 જેટલી મેચ રમવાની છે. આ ઉપરાંત વર્લ્ડકપની ફાઈનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે.

અમદાવાદમાં મોડી રાત સુધી મેટ્રો ટ્રેન દોડશે
અમદાવાદમાં મોડી રાત સુધી મેટ્રો ટ્રેન દોડશે

અમદાવાદ: તાજેતરમાં T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ T20 વર્લ્ડકપ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 7 જેટલી મેચ રમવાની છે. આ ઉપરાંત વર્લ્ડકપની ફાઈનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને GMRC દ્વારા અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાને માત્ર મેચ દરમિયાન મધ્યરાત્રી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજથી ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન 9 ફેબ્રુઆરી, 11 ફેબ્રુઆરી, 18 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી તેમજ 8 માર્ચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિવિધ સાત જેટલી મેચો રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને GMRC દ્વારા અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાને માત્ર મેચ દરમિયાન મધ્યરાત્રી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ તો વર્તમાન સમયમાં અમદાવાદ મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 થી માંડીને રાત્રિના 10 વાગ્યા સુધી કાર્યરત રહેતી હોય છે. જ્યારે મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો સેવા સવારે 7:30 થી રાત્રિના 7:40 વાગ્યા સુધી કાર્યરત રહેતી હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડે નાઈટ ક્રિકેટ મેચના કારણે મોડી રાત્રે સુધી મેચ દરમિયાન મેટ્રો કાર્યરત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમથી એપીએમસી સુધી 12:30 વાગ્યા સુધી મેટ્રો મોડી રાત સુધી કાર્યરત રહેશે. જ્યારે ઓલ્ડ હાઇકોર્ટથી ઇન્ટરચેન્જ વસ્ત્રાલ ગામ તેમજ અન્ય એક રૂટ એટલે કે ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી થલતેજ ગામ સુધી આ બંને રૂટ સુધી રાત્રિના દસ વાગ્યાથી મધ્યરાત્રી 12:50 સુધી કાર્યરત રહેશે. મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર સુધી મધ્યરાત્રી 11:40 વાગ્યાથી તેમજ મધ્યરાત્રીએ 12:10 વાગ્યા સુધી મેટ્રોની સુવિધા કાર્યરત રહેવાની છે. આ ઉપરાંત ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે બે ટ્રેન વધારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

આ મેચ દરમિયાન સ્પેશિયલ પેપર ટિકિટની પણ વિશેષતા ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ 50 રૂપિયા રહેવાનું છે. જે મેચ દરમિયાન પણ કાર્યરત રહેવાની છે. આ ઉપરાંત સ્પેશિયલ ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટ, કયુઆર, પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ 10 વાગ્યા સુધી નિયત ભાડામાં ઉપલબ્ધ રહેવાની છે. રાત્રિના દસ વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

સ્પેશિયલ ટિકિટ મેચ દરમિયાન નિરાંત ક્રોસ રોડ, એપરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજપાર્ક, ઇન્ફોસિટી, સેક્ટર 1 તથા મહાત્મા મંદિર સ્ટેશન ઉપરથી અગાઉ ટિકિટ ખરીદી શકાશે. જેથી પરત મુસાફરોને મેચ બાદ પાછા આવવાના સમયે મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઈનમાં ઊભું રહેવાનું ટાળી શકાય. આમ મેચ દરમિયાન મેટ્રોની સુવિધા વધારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *