ક્રિકેટર પૃથ્વી શોનીએ કરી સગાઈ, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી રોમેન્ટિક તસવીરો; જાણો કોણ છે તેની મંગેતર આકૃતિ અગ્રવાલ

ક્રિકેટર પૃથ્વી શોનીએ કરી સગાઈ, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી રોમેન્ટિક તસવીરો; જાણો કોણ છે તેની મંગેતર આકૃતિ અગ્રવાલ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી છે. આકૃતિ લખનઉમાં જન્મેલી અને હાલ મુંબઈમાં રહે છે. ત્યારે સગાઈ બાદ બંનેએ સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા છે.

કોણ છે આકૃતિ અગ્રવાલ?
કોણ છે આકૃતિ અગ્રવાલ?

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક ઓપનર પૃથ્વી શોએ આજે, 8 માર્ચ 2026ના રોજ પોતાના જીવનની નવી અને મહત્વની ઇનિંગ્સની શરૂઆત કરી છે. આજે રવિવારે સોશિયલ મીડિયા પર સગાઈની તસવીરો શેર કરીને પૃથ્વીએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણે જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી છે.

પૃથ્વી શોએ ઇન્સ્ટાગ્રામ પર આકૃતિ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતા ખૂબ જ સુંદર કેપ્શન લખ્યું હતું. તેણે લખ્યું કે, “મેદાન પર સિક્સર મારવાથી લઈને મેદાનની બહાર આજીવન હિટ્સ સુધી… તે મારી પરફેક્ટ ઇનિંગ્સ છે!” શેર કરેલી તસવીરોમાં પૃથ્વી ઘૂંટણિયે બેસીને આકૃતિને રિંગ પહેરાવતો જોવા મળે છે, જ્યારે અન્ય એક તસવીરમાં આ કપલ પોતાની સગાઈની વીંટીઓ ફ્લોન્ટ કરતું જોવા મળે છે.

કોણ છે આકૃતિ અગ્રવાલ? લખનઉમાં જન્મેલી અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલી આકૃતિ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આટલું જ નહીં આકૃતિએ તાજેતરમાં જ કન્નડ ફિલ્મ ‘ત્રિમુખ’માં કામ કરી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો છે. પૃથ્વી અને આકૃતિ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા હતી અને થોડા દિવસો પહેલા જ તેઓ અર્જુન તેંડુલકરના લગ્નમાં પણ સાથે જોવા મળ્યા હતા.

પૃથ્વીની આ જાહેરાત બાદ ક્રિકેટ જગતમાંથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો છે. શિખર ધવન, રાહુલ ચાહર અને સિંગર સ્ટેબિન બેન જેવા સેલેબ્સ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેની IPL ટીમ દિલ્હી કેપિટલ્સે પણ આ જોડીને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેમ બંનેના ચાહકો પણ આ વાતની ખુશી દર્શાવી કોમેન્ટોનો વરસાદ કરી રહ્યા છે.

નોંધનીય છે, વ્યક્તિગત જીવનમાં ખુશીઓના આગમન સાથે પૃથ્વી શો હવે ક્રિકેટના મેદાન પર પણ વાપસી કરવા તૈયાર છે. IPL 2026 માટે તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 75 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે આ નવું નસીબ પૃથ્વીને ફરી એકવાર ભારતીય ટીમમાં સ્થાન અપાવવામાં મદદરૂપ થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *