કોથળામાં બંધ મૃતદેહ મળતા સુરતમાં હડકંપ, મૂળ બિહારની 57 વર્ષીય મહિલાની હત્યા કોણે અને શા માટે કરી?

કોથળામાં બંધ મૃતદેહ મળતા સુરતમાં હડકંપ, મૂળ બિહારની 57 વર્ષીય મહિલાની હત્યા કોણે અને શા માટે કરી?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં 57 વર્ષીય બિહારની મૂળ મહિલાનો કોથળામાં બંધ મૃતદેહ મળતા હડકંપ મચ્યો છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને આ મૃતદેહ મળ્યો હતો. જે બાદ પોલીસે હત્યાનો કેસ માનીને તપાસ શરૂ કરી છે.

આરોપીની શોધખોળ શરૂ
આરોપીની શોધખોળ શરૂ

સુરત: શહેરના અમરોલી–કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે હડકંપ મચ્યો છે. મળતી માહિતી મુજબ, કોસાડ આવાસમાં મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાફ-સફાઈ કરી રહ્યા હતા ત્યારે આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જે બાદ સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વિગતે વાત કરીએ તો, સુરત શહેરના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં આજે 11મી જાન્યુઆરીએ સવારના સમયે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ નિયમિત સાફ-સફાઈ કરી રહ્યા હતા, તે દરમિયાન એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો. જે કોથળો ખોલતા અંદરથી એક મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલે સ્થાનિક લોકોને જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

બાદમાં ઘટનાની જાણ તાત્કાલિક કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા અમરોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બનાવને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હાલ પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે અને હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ મામલે ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાલિકાના સફાઈ કર્મીઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચતા કોસાડ આવાસના H2માંથી કોથળામાં બંધ આ મૃતદેહ મળી આવ્યો છે. હાલ આ મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે અને તે આ કોસાડ આવાસમાં જ A1 બિલ્ડિંગમાં રહેતી 57 વર્ષીય મહિલાની છે, જે મહિલા મૂળ બિહારની વતની છે અને છેલ્લા કેટલાક સમયથી અહીં સુરતમાં સ્થાયી થઈ ઘરકામ કરી ગુજરાન ચલાવતી હતી.

હાલ આ મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે અને ત્યારે તેને કોથળામાં બાંધી અહીં કોણે ફેંક્યો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ હત્યાનો કેસ હોવાનું જણાઈ આવે છે. જેથી પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક પકડવા માટે હાલ ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હાલ આ ઘટનાથી કોસાડ વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *