IPLની 2008ની સિઝનમાં પાકિસ્તાની ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા, પરંતુ પછી કેટલાક તણાવોના કારણે તેમને IPLમાં નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ IPLની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના માલિક કાવ્યા મારને પોતાની એક ટીમમાં પાકિસ્તાની ક્રિકેટરને ખરીદ્યો છે. આ ખેલાડીને ખરીદ્યા બાદ તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વર્ષ 2008માં પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હકથી લઈને સોહેલ તન્વીર, શાહિદ આફ્રીદી અને શોએબ અખ્તર જેવા ખેલાડીઓને વિવિધ ટીમોએ ખરીદ્યા હતા અને તેઓ ટીમનો ભાગ પણ બન્યા હતા. પરંતુ જીયોપોલિટિકલ ટેન્શનના કારણે પછી તેમને ટીમાં રાખવામાં આવ્યા નહોતા.

