કરા, પવન સાથે માવઠાની આફત, ખેડૂતો હેરાન થઈ ગયા

કરા, પવન સાથે માવઠાની આફત, ખેડૂતો હેરાન થઈ ગયા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


કરા અને પવન સાથે માવઠાએ એવો કહેર વર્તાવ્યો કે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉદ્ભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત એક ટ્રફ લાઈન અરબ સાગરમાંથી ગુજરાત પર થઈને મધ્યપ્રદેશ સુધી લંબાયેલી છે. જેના કારણે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં માવઠું થયું છે. દાહોદમાં આફતરૂપી માવઠું ત્રાટક્યું. દાહોદ, છાપરી, રળિયાતી, જાલત, રાબડાલ સહિત સિંગવડ, લીમખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કમઠાણ સર્જ્યું. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઊભા રવિ પાક પર નુકસાનીના વાદળો છવાયા છે. છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં માવઠાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ પડતા કેરી સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. ગોધરામાં પણ કમોસમી કહેરે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાનો પ્રયાસ કર્યો. ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું. સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડતા ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ખતરો છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ રાજસ્થાન ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 16થી લઈને 19 ફેબ્રુઆરી સુધીમાં માવઠાની આશંકા વ્યક્ત કરી હતી. જે બુધવારે સાચી પડી. આ દ્રશ્યો રાજસ્થાનના ઝૂંઝુનૂ જિલ્લાના છે. જ્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, માવઠું તૂટી પડ્યું. શ્રીગંગાનગરમાં પણ માવઠું થતાં વાતાવરણ ડહોળાયું. ખેડૂતોના રવિ પાક પર મોટું જોખમ ઊભું થયું. અહીં ઘઉં, રાયડો સહિતના પાકમાં નુકસાનની આશંકા છે. જયપુરના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે માવઠું ત્રાટક્યું. રેનવાલમાં અચાનક વાદળ છવાયાં અને માવઠું તૂટી પડ્યું. કરા સાથેનો આ કમોસમી વરસાદ ખેતરમાં લહેરાઈ રહેલા રવિ પાક માટે જાણે કે કાળ બનીને આવ્યો છે. ખેડૂતોમાં માવઠાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. કારણ કે ચાર મહિનાની મહેનત પાણીમાં જઈ શકે છે. ઝૂંઝુનૂ જિલ્લાના પિલાની વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા. મકરાણાના લાદડિયા ગામમાં પણ કરા સાથે માવઠાની આફત આવી પડી. આ વિસ્તારમાં ઘઉં ઉપરાંત જીરું, ઇસબગુલ સહિતના પાકમાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે. ખેડૂતોનો દાવો છે કે રવિ સિઝન હવે તૈયાર થઈ ગઈ હતી. કાપણીની તૈયારીઓ ચાલી રહી હતી એવામાં આફત આવી પડી છે. એક તરફ આ વખતે શિયાળો બરાબર જામ્યો નહીં અને ગરમીની શરૂઆત લગભગ પંદર-વીસ વહેલી થઈ ગઈ છે. જેના કારણે રવિ પાકમાં ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. એમાં પણ હવે માવઠાની મોકાણથી વધુ નુકસાન થવાની આશંકા છે. ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં રાયડાનો પાક ઢળી પડ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *