કઇ તારીખે રિલીઝ થશે ‘ધુરંધર 2’ નું ટ્રેલર? મૂવીને લઇને મોટી અપડેટ આવી સામે; યશની ટોક્સિકની સાથે થશે ટક્કર

કઇ તારીખે રિલીઝ થશે ‘ધુરંધર 2’ નું ટ્રેલર? મૂવીને લઇને મોટી અપડેટ આવી સામે; યશની ટોક્સિકની સાથે થશે ટક્કર

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

‘ધુરંધર 2’ નાં ટ્રેલરને લઈને મોટી અપડેટ સામે આવી છે. જો કે આ મૂવીને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. તો જાણો આ ફિલ્મની લેટેસ્ટ અપડેટ વિશે.

Image Source: INSTAGRAM@RANVEERSINGH
Picture Supply: INSTAGRAM@RANVEERSINGH

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’ ને લઈને લોકો સુપર એક્સાઇટેડ છે. આ ફિલ્મ 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જો કે ફેન્સ આ ફિલ્મનાં ટ્રેલરને લઈને સુપર એક્સાઇટેડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ‘ધુરંધર 2’ નું ટ્રેલર 5 માર્ચના રોજ રિલીઝ થશે. જો કે આ વાતને લઈને કોઈ ઓફિશિયલી પુષ્ટિ કરવામાં આવી નહોતી. જો કે હવે જોવાનું એ રહ્યું કે ધુરંધર 2નું ટ્રેલર 5 માર્ચના રોજ રિલીઝ થશે કે નહીં?

યશની ટોક્સિક સાથે ટકરાશે

ધુરંધર 2 માં રણવીર સિંહ ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. જો કે આ પાર્ટમાં અક્ષય ખન્નાનો રોલ જોવા મળશે નહીં. આમ, તમને જણાવી દઈએ કે ધુરંધર 2 મૂવી ટોક્સિક સાથે ટકરાશે. એક્શનથી ભરપૂર ટીઝર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. ટીઝરમાં યશનો અત્યાર સુધીનો હિંસક અને ખૌફનાક અવતાર જોવા મળી રહ્યો છે. ફેન્સને આ નવો અવતાર ખૂબ પસંદ પડી રહ્યો છે.

ટોક્સિકનાં ટીઝરમાં યશનો લુક પૂરી રીતે બદલાયેલો જોવા મળી રહ્યો છે. ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન ફિલ્મનું સૌથી મોટું સ્ટેટમેન્ટ છે, જેમાં એ ક્યારેક દુબળા-પાતળા અને સ્ફૂર્તિલા અવતારમાં જોવા મળે છે.

ધુરંધર મૂવીએ બોક્સ ઓફિસ પર કરી બમ્પર કમાણી

રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ મૂવી બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. 5 ડિસેમ્બર 2025 ના રોજ રિલીઝ થયેલી આ એક્શન સ્પાઇ થ્રિલર હાલમાં પણ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના બે મહિના પછી પણ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. 17 ફેબ્રુઆરીના રોજ ફિલ્મના નિર્માતાઓએ ઘોષણા કરી કે ‘ધુરંધર’ એ સિનેમાઘરોમાં 75 દિવસ પૂરા કરી લીધા છે. જો કે આ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. મેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી છે.

જો કે હવે જોવાનું એ છે કે ટોક્સિક અને ધુરંધર 2 માંથી કોણ બાજી મારશે? મળતી માહિતી પ્રમાણે આ બન્ને મૂવી 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટોક્સિક અને ધુરંધર 2 માં બન્ને હીરો એવા છે જે એકબીજાને ટક્કર આપી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *