US-Israel vs Iran Conflict Information Updates : વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ઓમાનના સોહર શહેરમાં થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે અને 10 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગે વાત કરતા જોઇન્ટ સેક્રેટરી (ગલ્ફ) અસીમ આર મહાજને જણાવ્યું હતું કે 10 ભારતીયો સહિત કુલ 11 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના પાંચની સારવાર ચાલી રહી છે.
ઘાયલ થયેલા 11 લોકોમાંથી 10 ભારતીય
અસીમ આર મહાજને જણાવ્યું કે મસ્કતના સોહાર શહેરમાં આજે બનેલી એક ઘટના હું તમારા બધા સાથે શેર કરવા માંગુ છું. ત્યાં એક હુમલો થયો હતો, જેમાં બે ભારતીય નાગરિકોના મોત થયા હતા. અમે તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઘાયલ થયેલા 11 લોકોમાંથી 10 ભારતીય છે. તેમાંથી પાંચને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને અન્ય પાંચ લોકો સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
મહાજને જણાવ્યું હતું કે તેમાંથી કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી. અમારું મિશન સંબંધિત કંપની અને સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય અધિકારીઓ આ ઘટનાને લઈને ઓમાનના અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો – ઇરાન યુદ્ધ વચ્ચે મોજતબા ખામેનેઇનો પ્રથમ સંદેશો, હોર્મુઝ બંધ રાખવામાં આવશે
અલ જઝીરાએ ઓમાનની સરકારી સમાચાર એજન્સીને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે ડ્રોન હુમલામાં 2 વિદેશી નાગરિકો માર્યા ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે સવારે એક ડ્રોને અલ-અવાહી ઔદ્યોગિક વિસ્તાર પર હુમલો કર્યો હતો, જેમાં બે વિદેશી નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.
શિપિંગ મંત્રાલયે શું કહ્યું?
ભારત સરકારના શિપિંગ મંત્રાલયના રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે હોર્મુઝની સ્ટ્રેટની પશ્ચિમ બાજુએ ફારસની ખાડીમાં ભારતીય ધ્વજવાળા 24 જહાજો છે, આ સંખ્યા જે ગઈકાલે એટલી હતી અને અને આજે પણ એટલી જ છે, જેમાં કુલ 677 ભારતીય નાવિક સવાર છે. હોર્મુઝ સ્ટ્રેસટની પૂર્વમાં ઓમાનની ખાડીમાં અગાઉ ચાર જહાજો હતા, જેમાંથી એક ‘જગ પ્રકાશ’ નામનું ઓઇલ ટેન્કર ગઈકાલે આગળ વધ્યું હતું. તેથી હવે 3 ભારતીય ધ્વજ જહાજો બાકી છે. જેના પર 76 ભારતીય નાવિક સવાર છે.
આ ઉપરાંત લગભગ 23,000 ભારતીય નાવિકો ગલ્ફ ક્ષેત્રમાં વિવિધ જહાજો પર કામ કરી રહ્યા છે, જેમાં વેપારી જહાજો અને ઓફશોર જહાજો સામેલ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (ડીજી શિપિંગ) તેમની સંબંધિત એજન્સીઓ દ્વારા તે બધા સાથે સતત સંપર્કમાં છે.
