આ દ્રશ્યો સુરતના વરાછા વિસ્તારના છે. જ્યાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કાર્યવાહી દરમિયાન એક મહિલા મનપાની ટીમને અમારા ગરીબોની હાય લાગશે કહેતી કેમેરામાં કેદ થઈ હતી. બીજી તરફ એક લારી ચલાવી પેટીયું રળતા વૃદ્ધા ‘એ ભાઈ, છોડી દોને’, ભાઈ કહેતા કેમેરામાં કેદ થયાં છે. ઉલ્લેખનીય છે કે લારી પર વેચાતું શાકભાજી બચાવવા મહિલા મનપાની ટીમને આજીજી કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે એક તરફ મોટા વેપારીઓ દ્વારા કરાયેલા દબાણ સામે મનપા આંખ આડા કાન કરતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ લારી ચલાવીને કે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા ગરીબ માણસો સામે આકરા એક્શન લઈ રહી છે.
Source link
