એકસાથે 7 સિંહ દેખાતા ખેડૂતને પરસેવો છૂટી ગયો

એકસાથે 7 સિંહ દેખાતા ખેડૂતને પરસેવો છૂટી ગયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સિંહના ટોળા ન હોય એ કહેવત હવે ભૂતકાળ બની ગઈ છે. આજકાલ ગીર અને આસપાસના વિસ્તારમાં સિંહ ટોળામાં જ ફરતા દેખાઈ રહ્યા છે. અમરેલીના ધારી ગીર પંથકના ગામડાઓમાં વનરાજોની અવરજવર સામાન્ય છે. જોકે હુડલી ગામ નજીક વાડીમાં સાવજનું આખું ટોળું ઘુસી આવ્યું. ગામની સીમમાં આવેલી એક ખેડૂતની વાડીમાં એક-બે નહીં, પણ એકસાથે 7 સિંહોનું ટોળું આવી ચડ્યું. ગીરના આ રાજા શિકારની શોધમાં નહીં, પણ તરસ છીપાવવા માટે ખેડૂતના ખેતરમાં આવેલા પાણીના અવેડા સુધી આવી ગયા. એકસાથે 7 ડાલામથ્થાને પોતાની નજીક જોતા વાડીમાં કામ કરતા લોકોને પરસેવો છૂટી ગયો. જોકે તેમણે આ વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. વાડી વિસ્તારમાં વનરાજાના આંટાફેરાથી ગામના ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *