Israel US Iran Battle Affect On India : ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ભડકો થતા ભારતના લોકો પેટ્રોલ ડીઝલ અને LPG સિલિન્ડરના ભાવ વધારાથી પરેશાન છે. આવી સ્થિતિમાં સરકારે સામાન્ય લોકો અને ખેડૂતોને રાહત આપવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને પગલે કેન્દ્ર સરકારે 30 જૂન સુધી મુખ્ય પેટ્રોકેમિકલ પેદાશોને કસ્ટમ ડ્યુટી માંથી મુક્તિ આપી છે. નાણાં મંત્રાલયે માહિતી આપી હતી કે આયાત ડ્યુટીમાં ઘટાડાથી પ્લાસ્ટિક, પેકેજિંગ, ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ અને ઓટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રોને ફાયદો થશે.
2 એપ્રિલના રોજ જારી કરાયેલા એક નોટિફિકેશનમાં સરકારે કહ્યું હતું કે, તે 30 જૂન, 2026 સુધી પસંદગીના મહત્વપૂર્ણ પેટ્રોકેમિકલ પ્રોડક્ટો પર કસ્ટમ ડ્યુટી માંથી સંપૂર્ણ મૂક્તિ આપશે. આ પગલાનો હેતુ સ્થાનિક ઉત્પાદકો માટે પુરવઠાની અવરોધો ઘટાડવા, વધતા ઇનપુટ ખર્ચને નિયંત્રિત કરવા અને ગ્રાહકોને રાહત આપવાનો છે.
આ પેટ્રોકેમિકલ પ્રોડક્ટો પર કોઇ કસ્ટમ ડ્યુટી નહીં
નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના પરિણામે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને, સરકારે 30 જૂન સુધી મહત્વપૂર્ણ પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર સંપૂર્ણ કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ટેન્ડરમાં કહેવામાં આવ્યું છે કે, “સ્થાનિક ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પેટ્રોકેમિકલ ઇનપુટ્સની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, ડાઉનસ્ટ્રીમ ક્ષેત્રો પર ખર્ચના દબાણને ઘટાડવા અને દેશમાં પુરવઠાની સ્થિરતા જાળવવા માટે આ પગલું અસ્થાયી રાહત તરીકે લેવામાં આવ્યું છે.” ”
કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવેલી વસ્તુઓમાં મિથેનોલ, એનહાઇડ્રોસ એમોનિયા, ટોલ્યુઇન, સ્ટાઇરીન, ડાઇક્લોરોમેથેન (મિથિલિન ક્લોરાઇડ), વિનાઇલ ક્લોરાઇડ મોનોમર, પોલીબ્યુટાડીન, સ્ટાયરિન બ્યુટાડિન અને અનસેચ્યુરેટેડ પોલિએસ્ટર રેઝિનનો સમાવેશ થાય છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો
પશ્ચિમ એશિયા યુદ્ધ દરમિયાન હાર્મુઝ સ્ટ્રેટ માંથી જહાજોની અવરજવર અટકતા દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની આયાત અંગે ચિંતા ઉભી થઈ છે. ભારત ખાતર અને પેટ્રોલિયમ મામલે મુખ્ય આયાતકાર છે. અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.
સરકારે ગયા અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો, જેથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસરથી ગ્રાહકોને બચાવી શકાય. ડીઝલ પર 21.50 રૂપિયા પ્રતિ લિટર અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પર 29.50 રૂપિયા પ્રતિ લિટરની નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે જ્યારે ડીઝલ પર તે હાલમાં શૂન્ય છે.
LPG સિલિન્ડર સતત બીજા મહિને મોંઘો થયો, જાણો નવા ભાવ
એલપીજી અછત વચ્ચે ભારતમાં ફરી રાંધણગેસ સિલિન્ડર મોંઘ થયો છે. આમ સતત બીજા મહિને એલપીજી સિલિન્ડરની કિંમત વધી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં કમરતોડ 195 રૂપિયાનો વધારો કર્યો છે. આ કુકિંગ ગેસ સિલિન્ડરની કિંમત વધતા હોટેલ અને રેસ્ટોરેન્ટ સંચાલકોના ખર્ચમાં વધારો થશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
