લગ્ન, તલાક અને બાળકો: ઈરાનમાં તલાક મહિલાઓ માટે લગભગ અશક્ય છે, જ્યારે પતિ ગમે ત્યારે તલાક આપી શકે છે. પુરુષોને 4 પત્નીઓ રાખવાનો અધિકાર છે, પરંતુ મહિલાઓ માત્ર એક જ લગ્ન કરી શકે છે. તલાકનો અધિકાર મુખ્યત્વે પતિ પાસે હોય છે. મહિલાઓએ તલાક માટે અદાલતમાં ખૂબ જ આકરી શરતો સાબિત કરવી પડે છે. સૌથી દુખદ વાત એ છે કે, તલાક બાદ મા પોતાના બાળકોને માત્ર 7 વર્ષની ઉંમર સુધી જ પોતાની પાસે રાખી શકે છે, ત્યાર બાદ બાળક પિતાનું થઈ જાય છે. જો મા બીજા લગ્ન કરી લે તો તેને તેના બાળકને મળવા દેવામાં પણ આવતી નથી. જ્યારે ભારતમાં કોર્ટ નક્કી કરે છે કે, બાળક કોની પાસે રહેશે. મહિલાના બીજા લગ્ન તેના માતા હોવાનો હક છીનવાતો નથી.

