ઈઝરાઈલ-ઈરાન યુદ્ધ: અરબ દેશોમાં એક્સપોર્ટ બંધ થતા વલસાડના ખેડૂતોને મોટું નુકસાન

ઈઝરાઈલ-ઈરાન યુદ્ધ: અરબ દેશોમાં એક્સપોર્ટ બંધ થતા વલસાડના ખેડૂતોને મોટું નુકસાન

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઉદ્યોગો અને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની પ્રવૃત્તિઓ અટકી જવાથી ઉત્પાદનમાં મોટો ઘટાડો આવ્યો છે, અને વિદેશી બજારમાં એક્સપોર્ટ કરનાર ખેડૂતોને પણ આ યુદ્ધના કારણે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઈઝરાયેલ અમેરિકા ઈરાન યુદ્ધની અસર
ઈઝરાયેલ અમેરિકા ઈરાન યુદ્ધની અસર

વલસાડ : ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વાપી સહિત સમગ્ર દેશના ઉદ્યોગો પર તેની મોટી અસર થઈ રહી છે. આ યુદ્ધના પરિણામે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ છે. આથી ઉત્પાદનમાં પણ તેની અસર વર્તાઈ રહી છે.

ખેતીમાં પડતી મુશ્કેલીઓ

ઉદ્યોગોની સાથે આ યુદ્ધના ઝેરી અસરથી ખેડૂતો પણ બાકાત નથી. વલસાડ જિલ્લામાં બાગાયતી અને શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને પણ આ યુદ્ધના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, દુબઈ અને અન્ય અરબ દેશોમાં શાકભાજી એક્સપોર્ટ કરતા ખેડૂતોને મોટી મુશ્કેલી પડી છે, કારણ કે કન્ટેનરો અટકી ગયા છે અને એક્સપોર્ટ બંધ થઈ ગયો છે.

વિદેશી એક્સપોર્ટના બંધ થવાથી ઉચ્ચ ગુણવત્તાની શાકભાજીના ભાવો ગગડી ગયા છે, અને ખેતીમાં થતો ફાયદો પણ અચાનક ખતમ થઈ ગયો છે. ખેડૂતો મોંઘા દવા-ખાતરો અને મજૂરી માટે મોટો ખર્ચ કરે છે, જે હવે વ્યર્થ થઈ ગયો છે. આથી, ખેડૂતો પણ વહેલી તકે આ યુદ્ધના અંતની પ્રતીક્ષા કરી રહ્યા છે, કારણ કે વધુ લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *