ઇઝરાયલના 50 લડાકુ વિમાનોએ અયાતુલ્લાહ ખામેનેઇનું અંડરગ્રાઉન્ડ બંકર આવી રીતે ધ્વસ્ત કર્યું હતું, જુઓ વીડિયો

ઇઝરાયલના 50 લડાકુ વિમાનોએ અયાતુલ્લાહ ખામેનેઇનું અંડરગ્રાઉન્ડ બંકર આવી રીતે ધ્વસ્ત કર્યું હતું, જુઓ વીડિયો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


US Israel vs Iran Battle Updates : અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ શુક્રવારે સાતમા દિવસે પણ યથાવત્ છે. થોડા દિવસો પહેલા અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યા કરી હતી. આ હુમલામાં ઘણા અગ્રણી ઇરાની નેતાઓ અને કમાન્ડરો પણ માર્યા ગયા હતા. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે એક વીડિયો જાહેર કરીને દર્શાવ્યું છે કે કેવી રીતે તેણે 50 ફાઇટર જેટની મદદથી ખામેનેઇના અંડરગ્રાઉન્ડ મિલિટ્રી બંકરને 100 બોમ્બ ફેંકીને નષ્ટ કર્યું હતું.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે વીડિયો શેર કર્યો

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે એક્સ પર પોસ્ટ કર્યું કે 50 ઇઝરાયલી વાયુસેનાના લડાકુ વિમાનોએ તેહરાનમાં ઈરાની સરકારના લીડરશિપ કમ્પાઉન્ડ નીચે અલી ખામેનેઇના ભૂગર્ભ લશ્કરી બંકરને નષ્ટ કરી દીધું. આ સાથે ઇઝરાયલે કમ્પાઉન્ડ પરના હુમલાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે બંકર પર બોમ્બ પડતાં ચારેય બાજુ ધુમાડો નીકળતો જોવા મળે છે. આ ઓપરેશન ઇઝરાયલી લશ્કરી ગુપ્તચર માહિતી અને મોસાદ સાથે સંકલનમાં કરવામાં આવ્યું હતું. 

યુએસ સૈન્યએ ઇરાનના સૈન્ય મથકો પર હુમલા તીવ્ર બનાવ્યા છે જ્યારે ઇઝરાયેલે પણ સૈન્ય કાર્યવાહીમાં વધારો થવાનો સંકેત આપ્યો છે. બીજી તરફ યુએઈ અને જોર્ડનમાં સ્થિત ઘણા અમેરિકી સૈન્ય રડારને પણ ઈરાની મિસાઇલો અને ડ્રોન દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો – ભારતે અયાતુલ્લાહ ખામેનેઈના મોત પર શોક વ્યક્ત કર્યો, વિદેશ સચિવે શ્રદ્ધાંજલિ રજિસ્ટર પર હસ્તાક્ષર કર્યા

બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનના આગામી સુપ્રીમ લીડરની પસંદગીની પ્રક્રિયામાં તેમને સામેલ કરવા જોઈએ. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા ચાલુ છે. ટ્રમ્પે કહ્યું કે હુમલામાં માર્યા ગયેલા આયતુલ્લાહ અલી ખામેનેઇની જગ્યાએ તેમના પુત્ર મોજતબા ખામેનેઇને ઈરાનના સુપ્રીમ લીડર તરીકે ચૂંટવા સ્વીકાર્ય નથી.

મિડલ ઇસ્ટ યુદ્ધથી તેલનો પુરવઠો ખોરવાયો

આ દરમિયાન સમગ્ર ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયલના હુમલા ચાલુ છે. તેઓએ ઇરાનની સૈન્ય ક્ષમતા, નેતૃત્વ અને પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવ્યા છે. ઈરાને ગલ્ફમાં તેના પાડોશી દેશોને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી છે. આ હુમલાઓથી તેલ પુરવઠો ખોરવાઈ ગયો છે અને વૈશ્વિક હવાઈ મુસાફરીને ગંભીર અસર થઈ છે. સંબંધિત દેશોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇરાનમાં ઓછામાં ઓછા 1,230, લેબેનોનમાં 120 થી વધુ લોકો અને ઇઝરાયેલમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા છે. આ હુમલામાં 6 અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *