અમરેલીમાં ધારાસભ્યની હાજરીમાં જ ભાજપ મહામંત્રી પર ધારિયાથી જીવલેણ હુમલો

અમરેલીમાં ધારાસભ્યની હાજરીમાં જ ભાજપ મહામંત્રી પર ધારિયાથી જીવલેણ હુમલો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમરેલી: દામનગરમાં બ્રિજ ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર હીરાભાઈ નવપરાએ જીવલેણ હુમલો કર્યો. ઇજાગ્રસ્તને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા.

News18
News18

અમરેલી: ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમરેલીના દામનગરમાં એક બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો થયો છે, ત્યારે આ ઘટનાની માહિતી વાયુવેગે ફેલાતા સમગ્ર પંથકમાં ભારે ચારેય બાજુ ચકચાર મચી છે.

બનાવની મળતી વિગતો અનુસાર, આજે 8મી માર્ચ, રવિવારે અમરેલીના દામનગર-થાસરા રોડ પર એક બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. જે કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સાથે ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ તેજા પણ હાજર રહ્યા હતા, દરમિયાન સવારે 10:30થી 11:00 વાગ્યાના અરસામાં દામનગર તાલુકાના ઠાસા ગામના કાર્યકર હીરાભાઈ નવપરા દ્વારા કરવામાં આવ્યો હુમલો હતો.

બ્રિજ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન હીરાભાઈ નવપરાએ પાછળથી આવીને અચાનક હુમલો કરવામાં આવ્યો. હીરાભાઈ નવપરા દ્વારા ‘ધારિયા’ વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાને વધુ સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હુમલો કરનાર હીરાભાઈ નવપરા ભાજપના કાર્યકર અને અમરેલી જિલ્લા બેંકના ડિરેક્ટર પણ છે.

પુત્રના પૂર્વ પત્ની અત્યારે ઇજાગ્રસ્તના નાનાભાઈ સાથે જીવનસાથી હોવાની અદાવત રાખીને હુમલો કર્યાની શંકા ઘટના અંગે દામનગર પોલીસે ઇજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *