અમદાવાદ: સુભાષ બ્રિજના તમામ સ્પાન તોડી પડાશે, રૂ. 236 કરોડના ખર્ચે 4 લેનમાં કન્વર્ટ થશે

અમદાવાદ: સુભાષ બ્રિજના તમામ સ્પાન તોડી પડાશે, રૂ. 236 કરોડના ખર્ચે 4 લેનમાં કન્વર્ટ થશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

News18
News18

અમદાવાદ: શહેરમાં સાબરમતી નદી પર આવેલ સુભાષ બ્રિજ અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હાલ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ અંતે સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને તેની પર નવો 4 લેન બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, કુલ 236 કરોડના ખર્ચે આ બ્રિજની કામગીરી પૂર્ણ થશે અને આ નવો બ્રિજ નવ મહિનામાં વાહનવ્યવહાર માટે રાબેતા મુજબ કાર્યરત થશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે.

AMC તંત્રએ સત્તાવાર રીતે જાહેર કરેલી માહિતી મુજબ, હયાત સુભાષ બ્રિજના તમામ સ્પાનને તોડી પાડી તેની જગ્યા પર નવેસરથી 4 લેન મુજબ સુપર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. નવા બનેલા સુભાષ બ્રિજમાં કુલ 7 સ્પાન હશે. જેમાં 5-સ્પાન 76.25મીના તથા 2-સ્પાન 36.50મીના રહેશે. બ્રિજની કુલ લંબાઈ 454 મીટર અને પહોળાઈ 18 મીટરની હશે. જેથી વાહનવ્યવહારમાં ટ્રાફિક જામની સમસ્યા ઉકેલાઈ જશે.

બ્રિજમાં હયાત પીયર વેલ ફાઉન્ડેશન અને વધારાના તમામ પીયર, 1500/1800 એમ.એમ. ડાયાના પાઈલ ફાઉન્ડેશન કરી કરવામાં આવશે. જેમાં નવા બનાવવાના થતા બ્રિજના સ્પાન 38મીના થશે અને નવા બનનાર સ્ટીલ સુપર સ્ટ્રક્ચરથી હયાત બ્રિજના વેલ ફાઉન્ડેશન પરનો લોડમાં ઘટાડો થશે. જેથી વજન વહન કરવાની ક્ષમતામાં પણ વધારો થશે.

બ્રિજમાં સુપરસ્ટ્રક્ચરમાં સ્ટીલ/કમ્પોઝિટ ગર્ડર મુજબનું સુપર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. નવા બનનાર બ્રિજની બંને બાજુ નદી તરફની પેરાપેટ વોલ ઉપર આઇકોનિક પ્રકારનું પરમેનન્ટ સ્ટીલ સ્ટ્રક્ચરનું પ્રોગ્રામિંગ સાથે ફસાડ લાઇટિંગ સાથેનું ડેકોરેટિવ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. હયાત બ્રિજમાં POT-PTEF અથવા ઇલાસ્ટોમેરિક બેરિંગ લેવામાં આવશે. આ કામમાં બિટુમિનસ વેરિંગ કોટ તથા સ્ટ્રીપ સીલ પ્રકારનો એક્સપાન્શન જોઈન્ટની કામગીરી કરાશે.

બ્રિજની બંને બાજુમાં બનાવવાના થતા નવા 2-2 લેન બ્રિજ (આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર ફસાડ લાઇટિંગ સાથે) સ્ટ્રક્ચરની કુલ લંબાઇ 454મીની હશે અને બંને બાજુની પહોળાઈ 10.55મીટર રાખવામાં આવી છે. સાથે જ બ્રિજના સ્લેબ પર વોટરપ્રૂફિંગ મેમ્બ્રેન તેમજ બિટુમિનસ વેરિંગ કોટનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ડિઝાઇન કન્સલ્ટન્ટ મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટ પ્રા. લિ. દ્વારા તૈયાર કરાઈ છે.

મળતી માહિતી મુજબ, હયાત સુભાષ બ્રિજને તોડી પાડી નવો બ્રિજ બનાવવાનું કામ બે ફેઝમાં પૂર્ણ થશે. ફેઝ-1ની કામગીરીમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડી તેને સ્ટીલ સ્ટ્રક્ચરથી રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરાશે. ફેઝ 1માં હયાત સબ સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશનને સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી કરવામાં આવશે. કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર ટાઇપનું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરાશે.

જ્યારે ફેઝ-2માં હયાત બ્રિજની બંને બાજુના લેવલે 2-2 લેનના નવા બ્રિજ (આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર ફસાડ લાઇટિંગ સાથે)ના નિર્માણ કરવાની કામગીરી હાથ ધરાશે. આ માટે ટેન્ડરની રકમ રૂ. 236,00,00,000 (જી.એસ.ટી સિવાય) ઇ.પી.સી ટેન્ડર નક્કી કરાઈ છે, જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ અંદાજે રૂ.316,39,57,043ના ખર્ચે પૂર્ણ થવાનો તથા સંપૂર્ણ કામ 24 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ લગાવાયો છે.

હાલ આ બ્રિજનું કામ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા. લિ. નામની કોન્ટ્રાક્ટર કંપનીને અપાયું છે. ફેઝ 1માં બ્રિજ બનાવવાની કામગીરી માટે 9 માસની સમયમર્યાદા તથા ફેઝ-2માં બંને બાજુ નવા 2+2 લેનના સેપરેટ સ્ટ્રક્ચરના બ્રિજ બનાવવાની કામગીરી સાથે કુલ 24 માસના સમયમાં કામગીરી પૂર્ણ કરવાનું AMCએ આયોજન કર્યું છે. ત્યારે 9 માસમાં ફેઝ 1નું કામ પૂર્ણ થતા સુભાષ બ્રિજ પર ફરી એકવાર રાબેતા મુજબ વાહનવ્યવહાર શરૂ થતા અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *