અમદાવાદમાં બોનેટ પર વૃદ્ધને લટકાવી બેફામ કાર ચલાવનાર પકડાયો, પોલીસ તપાસમાં શું ખુલ્યું?

અમદાવાદમાં બોનેટ પર વૃદ્ધને લટકાવી બેફામ કાર ચલાવનાર પકડાયો, પોલીસ તપાસમાં શું ખુલ્યું?

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

અમદાવાદના નિકોલમાં ખોડિયાર મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં આરોપી કાર ચાલકે વૃદ્ધને 100 મીટર સુધી ઢસડ્યા હતા. જોકે વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે અને. આરોપી હરીશસંગ જાદવની ધરપકડ કરી છે.

News18
News18

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કાર ચાલકે અકસ્માત બાદ વૃદ્ધને સમજાવવાની જગ્યાએ તેના પર જ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં વૃદ્ધ કારના બોનેટ પર ચડી ગયા બાદ પણ કાર ચાલકે ગાડી દોડાવી દીધી હતી અને લગભગ 100 મીટર સુધી વૃદ્ધને ઢસડતા લઈ ગયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.

મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં ખોડિયાર મંદિર નજીક એક કાર દ્વારા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થળ પર હાજર રહેલા એક વૃદ્ધએ કાર ચાલકને અકસ્માતના સમાધાન અને નુકસાનના ખર્ચા અંગે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલક સમજવાની જગ્યાએ ઉશ્કેરાઈ ગયો હતો.

આ દરમિયાન કાર ચાલકે ગાડી આગળ વધારી દીધી હતી અને વૃદ્ધ કારના બોનેટ પર આવી ગયા હતા. છતાં પણ કાર ચાલકે ગાડી રોકવાને બદલે ઝડપથી આગળ દોડાવી દીધી હતી. વૃદ્ધ લગભગ 100 મીટર સુધી કારના બોનેટ પર ઢસડાતા રહ્યા હતા. આ દૃશ્ય જોઈ આસપાસના લોકોમાં ભય અને ગુસ્સો ફેલાયો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ગંભીર બન્યો હતો. ત્યારબાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કારનો નંબર GJ 13 CB 2908 હોવાનું સામે આવ્યું હતું. આ કાર આઈ10 નિયોસ મોડેલની હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે કાર ચાલકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં આરોપીની ઓળખ હરીશસંગ જાદવ તરીકે થઈ છે. આરોપી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો રહેવાસી છે અને હાલમાં અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખાનગી ફાઇનાન્સ કંપની બજાજ ફાયનાન્સમાં કલેક્શનનું કામ કરે છે. વાયરલ થયેલા વીડિયોના આધારે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી છે અને તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે અમદાવાદ ટ્રાફિકના સી ડિવિઝનના એસીપી એસ. એમ. પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *