અમદાવાદમાં ગેસના બાટલાઓની ચોરી, કુલ 9 બાટલા અલગ અલગ જગ્યાએ ચોરી થયા

અમદાવાદમાં ગેસના બાટલાઓની ચોરી, કુલ 9 બાટલા અલગ અલગ જગ્યાએ ચોરી થયા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની અસરને લઈને ગુજરાત સહિત દેશભરમાં ગેસના બાટલાઓની અછત સર્જાઈ છે. આવા સમયે અમદાવાદમાં ગેસના બાટલાઓની ડિલિવરી આપવા જતા સમયે ગેસના બાટલાઓની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં કુલ 9 બાટલાઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ગેસ સિલિન્ડરની ચોરી (Image: AI generated)
અમદાવાદમાં ગેસ સિલિન્ડરની ચોરી (Picture: AI generated)

અમદાવાદ: અરબ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે ઠેક ઠેકાણે પેટ્રોલિયમ અને ગેસની અછતે માઝા મૂકી છે. તેમાંય એલપીજી ગેસની અછત વર્તાતા ગેસની બોટલની કાળાબજારીએ સામાન્ય લોકોના જીવન પર ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. તેવામાં તાજેતરમાં રાંધણ ગેસની ચાલી રહેલી અછતના પગલે શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી એક મહિનામાં કુલ 9 ભરેલા ગેસના બોટલની ચોરીના બનાવ સામે આવતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે.

મેઘાણીનગરમાં ગેસની એજન્સીનું ગોડાઉન ગોમતીપુર વિસ્તારમાં આવેલું છે અને ત્યાંથી ડિલિવરી બોય રોજેરોજ લોડિંગ રિક્ષામાં ગેસના ભરેલા બોટલ લઈને ડિલિવરી કરવા માટે જતા હોય છે. ગત ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધીના ટૂંકા ગાળામાં કુલ 9 ગેસના ભરેલા બોટલ ચોરાઈ ગયા છે. આ મામલે ગેસ એજન્સીના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

કલાપીનગરના મેઘાણીનગરમાં રહેતા 60 વર્ષીય ઉમાશંકર વર્મા કેરોલ ગેસ સર્વિસમાં નોકરી કરે છે અને ગોડાઉનમાં ઇન્ડેન ગેસના બાટલાની આવક તથા જાવકનો હિસાબ રાખવાનું કામકાજ ગોમતીપુર છીકણીવાળા ચેમ્બર ખાતેથી કરે છે અને તેમના ગોડાઉનમાં 17 માણસો કામ કરે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં ગોડાઉનમાં કામ કરતો ડિલિવરી બોયે તેમને જણાવ્યું કે બપોરના સમયે ગોમતીપુરમાં ગેસના બાટલાની ડિલિવરી કરવા ગયો હતો. ત્યારે લોડિંગ રિક્ષામાં 3 ગેસના ભરેલા બોટલ કોઈએ ચોરી કરી લીધા છે.

ત્યારબાદ 26 ફેબ્રુઆરીના રોજ બીજા ડિલિવરી બોયે તેમને જણાવ્યું કે ગોમતીપુરમાં ઉષા રોડ પાસે આવેલી સુવાપંખીની ચાલીમાં ગેસના બોટલની ડિલિવરી કરવા ગયો હતો ત્યારે લોડિંગ રિક્ષામાંથી ગેસના ભરેલા 4 બોટલ પણ ચોરાઈ ગયા હતા. બાદમાં ઉમાશંકર ભાઈને તેમના ત્રીજા ડિલિવરી બોયે જણાવ્યું કે ગત 13 માર્ચના રોજ ગોમતીપુર હોજવાળી મસ્જિદ ખાતે ગેસના બોટલની ડિલિવરી કરવા ગયો હતો. ત્યારે પણ મારી લોડિંગ રિક્ષામાં રહેલા ભરેલા ગેસના 2 બોટલ ચોરી થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કેરોલ ગેસ સર્વિસમાં કામ કરતા ઉમાશંકરે તેમના શેઠને જાણ કરી કે છેલ્લા એક મહિનામાં આપણી એજન્સીમાંથી કુલ 9 ગેસના ભરેલા બોટલની ચોરી થઇ જતા આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *