અભિજીત ભટ્ટાચાર્યની બર્થડે પાર્ટી વિવાદમાં, ભગવાનની મૂર્તિ સામે દારૂ પીતા સિંગર્સ ટ્રોલ થયા; વીડિયો જોઈને લોકો લાલઘૂમ

અભિજીત ભટ્ટાચાર્યની બર્થડે પાર્ટી વિવાદમાં, ભગવાનની મૂર્તિ સામે દારૂ પીતા સિંગર્સ ટ્રોલ થયા; વીડિયો જોઈને લોકો લાલઘૂમ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

અભિજીત ભટ્ટાચાર્યએ તેમના જન્મદિવસે જૂના મિત્રો સાથે પાર્ટી હતી, અને તેમાં રાજેશ રોશન અને ઉદિત નારાયણ પણ સામેલ હતા. જોકે, આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ ટ્રોલ કર્યા છે, કારણ કે જ્યાં તેઓ દારૂની પાર્ટી કરી રહ્યા હતા, તેની પાછળ ભગવાન ગણેશનો ફોટો જોવા મળી રહ્યો છે. જાણ આ મામલે પ્લેબેક સિંગરે કોઈ નિવેદન આપ્યું છે કે નહીં?

અભિજીત-ઉદિત નારાયણ ટ્રોલ થયા
અભિજીત-ઉદિત નારાયણ ટ્રોલ થયા

અભિજીત ભટ્ટાચાર્ય ભલે હાલના વર્ષોમાં પ્લેબેક સિંગિંગની દુનિયામાં પહેલા જેટલા સક્રિય ન હોય, પરંતુ તેઓ પોતાના લાઇવ શો અને સ્ટેજ પરફોર્મન્સથી આજે પણ લાખો દર્શકો અને ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેમના અવાજ અને જૂના હિટ ગીતોને કારણે તેમની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. હાલમાં તેઓ એક ખાસ કારણસર ચર્ચામાં આવ્યા છે. હકીકતમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતાના ઘરે મિત્રો સાથે પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો અભિજીતના પુત્ર જય ભટ્ટાચાર્યએ શેર કર્યો છે, જે સિંગરના જન્મદિવસની ઉજવણીનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં તેમના ઘરનો લિવિંગ રૂમ દેખાય છે, જ્યાં જૂના જમાનાના ઘણા પ્રખ્યાત ગાયકો અને સંગીત ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હાજર છે. જેમાં ઉદિત નારાયણ અને રાજેશ રોશન જેવા મોટા નામો પણ જોવા મળે છે. દરેક વ્યક્તિ સાથે બેસીને ગીતો ગાતા, હસતા-હસતા પાર્ટીનો આનંદ માણતા દેખાય છે.

અભિજીત-ઉદિત નારાયણ ટ્રોલ થયા

જોકે, આ વીડિયોમાં એક એવી વસ્તુ પણ હતી, જેણે નેટિઝન્સનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. અભિજીતના ઘરની દીવાલ પર ભગવાન ગણેશની એક મોટી પેઇન્ટિંગ લાગેલી જોવા મળે છે. આ કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ પાર્ટીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રોલ કરનારાઓનું કહેવું હતું કે, જ્યાં ભગવાનની તસવીર હોય, ત્યાં બેસીને દારૂ પીવો અને નોન-વેજ ખાવું યોગ્ય નથી. વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર આ અંગે મિશ્રપ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોએ તેને અંગત જીવનની બાબત ગણાવીને ટ્રોલિંગને ખોટું ગણાવ્યું, તો કેટલાકે ધાર્મિક લાગણીઓને ટાંકીને ટીકા કરી હતી.

જોકે, આ સમગ્ર વિવાદ પર અત્યાર સુધી અભિજીત કે તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હાલમાં આ વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેને લઈને અલગ-અલગ મંતવ્યો આપી રહ્યા છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/મનોરંજન/

અભિજીત ભટ્ટાચાર્યની બર્થડે પાર્ટી વિવાદમાં, ભગવાનની મૂર્તિ સામે દારૂ પીતા સિંગર્સ ટ્રોલ થયા; વીડિયો જોઈને લોકો લાલઘૂમ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *