અઘરી નોટ: વંદે ભારત ટ્રેનના ટોયલેટમાં સાપ મુકીને ભાગ્યો, 50 દિવસ બાદ આરોપી પકડાયો

અઘરી નોટ: વંદે ભારત ટ્રેનના ટોયલેટમાં સાપ મુકીને ભાગ્યો, 50 દિવસ બાદ આરોપી પકડાયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પોલીસે જણાવ્યું કે, આ ઘટના 27 ડિસેમ્બર 2025ના રોજ મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસના કોચ સી-16માં બની હતી.

News18
News18

Vande Bharat Practice Snake: જરા વિચારો, દેશની સૌથી હાઈ સ્પીડ અને પ્રીમિયમ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા છો, અચાનક ખબર પડે કે આપના ડબ્બાના ટોયલેટમાં એક સાપ બેઠો છે. તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? જો ડબ્બામાં બેઠેલા લોકોને ખબર પડે તો અફરાતફરી મચી જાય. એક આવી જ ઘટના સોલાપુર-મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં સાપ હોવાના સમાચાર મળ્યા હતા. જો કે સમય રહેતા નેક્સ્ટ સ્ટેશન પર સાપને પકડી લેવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આ ઘટના 27 ડિસેમ્બર 2025ના રોજ મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસના કોચ સી-16માં બની હતી. એક સાપ ટિકિટ વિના, ચૂપચાપ ટોયલેટની અંદર બેસીને મુંબઈથી સોલાપુર જઈ રહ્યો હતો. ટ્રેન 100ની સ્પીડે દોડી રહી હતી અને અંદર ટોયલેટમાં સાપ આરામથી મુસાફરી કરી રહ્યો હતો.

ટોયલેટમાં બંધ રહ્યો સાપ

સારી વાત એ રહી કે સાપ ટોયલેટમાંથી બહાર આવ્યો નહોતો. નહીંતર મુસાફરોમાં ડર અને ભાગદોડ મચી શકતી હતી. સ્ટાફની નજર પડી તો તેમણે સૂઝબૂઝ વાપરી તરત ટોયલેટનો દરવાજો બહારથી લોક કરી દીધો. આ ઘટનાની જાણ તરત કંટ્રોલ રૂમમાં કરી. ટ્રેન સોલાપુર પહોંચી અને ત્યાં સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધું.

પણ આ સાપ ટ્રેનમાં આવ્યો ક્યાંથી? આ કોઈ સંયોગ નહોતો, પણ એક માથાફરેલ યાત્રીએ જાણી જોઈને કરેલી કરતૂત હતી. સેન્ટ્રલ રેલવે તરફથી રેલવે પ્રોટેક્શન ફોર્સે 50 દિવસની લાંબી શોધખોળ બાદ આખરે આ શખ્સને દબોચી લીધો છે. નાસિકના રહેવાસી 37 વર્ષીય જગન અર્જુન ભાલેને ગુરુવારે મુંબ્રાથી ધરપકડ કરી લીધો છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા દિવસે જ્યારે સીસીટીવી ફુટેજ ખંગાળ્યા તો એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. આરોપી જગન એક બેગ સાથે ટોયલેટની અંદર જતો દેખાયો અને પછી ખાલી હાથ બહાર આવ્યો હતો. તેણે જ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપીને જેલમાં ધકેલી દીધો

ધરપકડ બાદ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેના વિરુદ્ધ રેલવે અધિનિયમ 1989ની કલમ 145(B), 147 અને 153 અંતર્ગત ગંભીર ફરિયાદ નોંધવામાં આવી. તેને કલ્યાણની રેલવે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, જ્યાંથી મેજિસ્ટ્રેટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધો હતો. હવે આ માથાફરેલ જેલની હવા ખાશે, જ્યારે નાગરાજને જંગલમાં ખુલ્લી હવામાં છોડી મૂકવામાં આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *