Final Up to date:
રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન રાજ્યના કૌશલ્ય, ટેકનોલોજી અને યુવા શક્તિનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું. આ પ્રદર્શનમાં ખાસ કરીને આઈ.ટી.આઈ.ના યુવા તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા, જેમાં સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ સિસ્ટમ ખાસ ચર્ચામાં રહી હતી.
