હાથમાં બંદૂકો લહેરાવી યુવાનોએ લગાવ્યા ઠુમકા

હાથમાં બંદૂકો લહેરાવી યુવાનોએ લગાવ્યા ઠુમકા

વર્લ્ડ WORLD
Spread the love



વડોદરા: હાથમાં બંદૂકો અને ડીજે પર ડાન્સ. વડોદરામાં ફરી એક વખત નિયમોનો ઉલાળિયો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાદરા તાલુકાના ઉમરાયા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બંદૂક લહેરાવતો વીડિયો સામે આવ્યો. ‘સિંહ તો સિંહ કહેવાય’ ગીત પર બે યુવકો હાથમાં બંદૂક લઈને નાચતા નજરે પડ્યા. બંને યુવકો હવામાં બંદૂક તાણી નિશાન સાધતા પણ દેખાયા. લગ્ન પ્રસંગ દરમિયાન જાહેર સ્થળે આ રીતે હથિયાર લહેરાવવાની ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે વીડિયોમાં દેખાતી બંદૂક અસલી છે કે નકલી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે આ મામલે પોલીસ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.rn



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *