સુરતની શાળાના ચાર વિદ્યાર્થીઓએ ધોરણ 10ના વિદ્યાર્થી પર કર્યો હુમલો,ચપ્પુ ઓનલાઈન મંગાવ્યું હતુ

સુરતની શાળાના ચાર વિદ્યાર્થીઓએ ધોરણ 10ના વિદ્યાર્થી પર કર્યો હુમલો,ચપ્પુ ઓનલાઈન મંગાવ્યું હતુ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

સુરતના પાંડેસરા વિસ્તારમાં સ્કૂલના એન્યુઅલ ફંકશનમાં વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. ચાર વિદ્યાર્થીઓએ ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કર્યો. પોલીસ તપાસ ચાલુ છે.

સુરતનો લાલબત્તી સમાન કિસ્સો.
સુરતનો લાલબત્તી સમાન કિસ્સો.

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં એન્યુઅલ ફંકશન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ડાન્સ બાબતે થયેલી માથાકૂટ બાદ ચાર વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, બહેનની સ્કૂલના એન્યુઅલ ફંકશનમાં એક વિદ્યાર્થીએ પર્ફોર્મ કર્યું હતુ. જે બાદ કેટલાક અન્ય વિદ્યાર્થીઓ સાથે તેની બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ચાર વિદ્યાર્થીઓએ મળીને તે વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. હુમલા દરમિયાન આરોપી વિદ્યાર્થીઓએ “નાચતી વખતે ખૂબ દમખમ બતાવતો હતો, હવે તારો દમ બતાવ” કહીને હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે.

હુમલામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુના ત્રણ ઘા માર્યા હતા. ઘટના બનતા જ સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલુ છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, હુમલો કરનારા વિદ્યાર્થીઓએ ચપ્પુ ઓનલાઈન મંગાવ્યા હતા. આ ખુલાસા બાદ પોલીસ તપાસ વધુ ગહન બનાવી છે. પોલીસે આ મામલે ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપી વિદ્યાર્થીઓ પણ સ્કૂલના જ વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે.

ચોંકાવનારી બાબત એ છે કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને હાલમાં તેની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે. ઘટનાના કારણે તેની આજની અને 18મી તારીખની બે મહત્વની પરીક્ષાઓ બાકી રહી ગઈ હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ ભારે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર પર સહપાઠી વિદ્યાર્થીઓ દ્વારા જ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હાલમાં પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને સ્કૂલમાં બનેલી આ હિંસક ઘટનાએ વિદ્યાર્થીઓમાં વધતી આક્રમકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *