જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આગનો અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરના આંગણામાં પડેલી એક ફોર વ્હીલર કારમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ કાર અન્ય કોઈની નહીં પરંતુ ગામના જ સરપંચ જગદીશભાઈ પટેલની હોવાનું સામે આવ્યું છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ કારમાં થયેલી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સોશિયલ મીડિયામાં બર્નિગ કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Source link
