Final Up to date:
ટી20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયા જીતી ગઈ. જોકે આ મેચમાં પણ અભિષેક શર્માનું પર્ફોર્મન્સ ખાસ ન રહ્યું. સંજૂ સૈમસને તેને સમજાવ્યો હતો છતાં તેણે તેની વાત ન માની અને કેચ આઉટ થઈ ગયો. જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં જીતી ગયું છે જેમાં ઇંગ્લેન્ડ સામે 7 રને આપણી જીત થઈ છે. જોકે ટી20 વર્લ્ડ કપમાં દરેક મેચની જેમ આ મેચમાં પણ અભિષેક શર્મા ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. કારણ કે આ વખતે પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. સતત 6 મેચમાં અભિષેક શર્માનું પ્રદર્શન ઠીક નથી રહ્યું, જેને લઈને તે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સેમીફાઇનલમાં અભિષેક શર્મા 7 બોલમાં માત્ર 9 રન બનાવ્યા અને આઉટ થઈ ગયો હતો.
અભિષેક શર્મા આ મેચમાં પણ મોટો શોટ રમવાના ચક્કરમાં આઉટ થયો હતો. તેની વિકેટ સ્પિનર વિલ જેક્સે લીધી હતી. અને ફિલ સોલ્ટે તેનો કેચ પકડ્યો હતો. પરંતુ આ બધામાં અભિષેક આઉટ ન થતો જો સંજૂ સૈમસનની વાત ક્રીઝ પર માનતો. અભિષેકને સંજૂ સૈમસને બેટિંગ કરતા વખતે સલાહ આપી હતી કે તે ટાઇમ લઈને ક્રીઝ પર રમે.
સ્ટ્રાઇક પર જ્યારે અભિષેક શર્મા હતો, ત્યાં સંજૂ સૈમસને તેને ઈશારો કર્યો, તું આરામથી ઊભો રહે, કોઈ વાંધો નથી. પરંતુ ઉતાવળમાં અભિષેકે મોટો શોટ માર્યો અને પોતાની વિકેટ આપી દીધી. સંજૂએ ઈશારામાં અભિષેકને કહ્યું હતું, તું આરામથી ઊભો રહે, હું સ્ટ્રાઇક સંભાળી લઈશ. જોકે ઉત્સુક થઈને તેણે વિલ જેક્સની બોલ પર મોટો શોટ રમ્યો અને ફિલ સોલ્ટને કેચ આપી દીધો.
આ પહેલી વાર નથી કે ટી20 વર્લ્ડ કપમાં અભિષેક પહેલી વાર ઓફ સ્પિનરનો શિકાર બન્યો હોય. તેણે 7માંથી 5 મેચમાં ઓફ સ્પિનરનો સામનો કર્યો છે. તે પાંચ મેચમાં તેણે કુલ 27 બોલ રમ્યા છે. કુલ મળીને આ વખતે ટી20 વર્લ્ડ કપમાં અભિષેક શર્માનું પ્રદર્શન એટલું ખાસ નથી રહ્યું. શરૂઆતથી તેના પર્ફોર્મન્સને લઈને લોકોને ઘણી આશા હતી, પણ બધાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
New Delhi,Delhi
Mar 05, 2026 11:59 PM IST

