સંજૂ બાબાને લોટરી લાગી, પાકિસ્તાની ફેને ગિફ્ટ કર્યો ગોલ્ડ પ્લેટેડ iPhone 17! વીડિયો થયો વાયરલ

સંજૂ બાબાને લોટરી લાગી, પાકિસ્તાની ફેને ગિફ્ટ કર્યો ગોલ્ડ પ્લેટેડ iPhone 17! વીડિયો થયો વાયરલ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સંજય દત્તને મોટી લોટરી લાગી છે. આ દિવસોમાં એક્ટરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમે જોઇ શકો છો કે પાકિસ્તાની ઇન્ફ્લૂએન્સરે બાબાને ગોલ્ડ પ્લેટેડ આઇફોન 17 ગિફ્ટ કર્યો છે.

Image Source: INSTAGRAM/KASHIF999ZAMEER
Picture Supply: INSTAGRAM/KASHIF999ZAMEER

સંજય દત્તના ફેન માત્ર દેશમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં છે. આ દિવસોમાં સંજૂ બાબા આદિત્ય ધરની અપકમિંગ ફિલ્મ ‘ધુરંધર 2’ને લઈને ચર્ચામાં છે, જેમાં એક્ટર એસ.પી. અસલમ ચૌધરીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 19 માર્ચના રોજ રિલીઝ થશે. આ વચ્ચે સંજય દત્તનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. સંજય દત્તને એક ફેને મોંઘીદાટ ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ પાકિસ્તાનના એક ઇન્ફ્લુએન્સરે આપી છે જેનું નામ કાશિફ જામીર છે. કાશિફે સંજય દત્તને સોનાનો ઢોળ ચડાવેલો iPhone 17 ભેટમાં આપ્યો છે, જેની તસવીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. આ ફોન કરતા તેના બેકની ચર્ચા વધારે થઈ રહી છે, જે સંજય દત્ત માટે ખાસ છે.

સંજય દત્તને ગોલ્ડ પ્લેટેડ iPhone 17 અને એન્ટિક વોચ ગિફ્ટ કરી

રિપોર્ટ્સ અનુસાર સંજય દત્ત અને તેના પાકિસ્તાની ફેનની મુલાકાત દુબઈમાં થઈ છે, જ્યાં સંજય દત્તને આ મોંઘોદાટ iPhone 17 ગિફ્ટ કર્યો. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે આ iPhone 17 પર સોનાનો ઢોળ ચડાવેલો છે. આ સિવાય સંજય દત્ત એન્ટિક વોચ અને ગોલ્ડ જ્વેલરી ગિફ્ટ કરી છે, જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઇન્ફ્લુએન્સર સંજૂ બાબાને ગિફ્ટ આપી રહ્યો છે.

iPhone પર છે માતા-પિતાની તસવીર

આ ફોનના બેકની ચર્ચા એ માટે વધારે થઈ રહી છે કારણકે તેની પર સંજૂ બાબાનો ફેમિલી ફોટો છે. ફોટામાં સંજય દત્ત તેના માતા-પિતા નરગીસ દત્ત અને સુનીલ દત્તની સાથે જોવા મળી રહ્યો છે. ફોટા પર અંગ્રેજીમાં સંજૂ બાબા લખ્યું છે. આ સિવાય ફોટાની નીચે લવ લખ્યું છે. આ તસવીર સિવાય કાશિફે સંજય દત્તની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી છે, જેમાં કાશિફના ગાલ પર સંજય દત્ત કિસ કરતો જોવા મળી રહ્યો છે.

‘ધુરંધર 2’માં સંજય દત્ત ધૂમ મચાવશે!

સંજય દત્ત 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં ફરીથી વાપસી કરી રહ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ધુરંધરમાં એસ.પી. ચૌધરીની ભૂમિકાથી દર્શકોને હેરાન કરી દીધા હતા. આમ, આ ફિલ્મનો બીજો પાર્ટ ધુરંધર 2 જલદી સિનેમાઘરોમાં રિલીઝ થશે. લેટેસ્ટમાં ધુરંધર 2નું ટ્રેલર રિલીઝ થયું હતું જે જોઈને ફેન્સ આ મૂવીને લઈને સુપર એક્સાઇટેડ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *