સંકટમાં ફસાયેલા ઈરાનના જહાજને ભારતે મદદ કરી, 24 કલાકની અંદર શરણ આપી, ભારતીય નૌસેના કરી રહી છે દેખરેખ

સંકટમાં ફસાયેલા ઈરાનના જહાજને ભારતે મદદ કરી, 24 કલાકની અંદર શરણ આપી, ભારતીય નૌસેના કરી રહી છે દેખરેખ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ભારત સરકારના ટોપ સૂત્રોના હવાલેથી મળતા સમાચાર અનુસાર, આ ઘટના શ્રીલંકાના દક્ષિણમાં IRIS Dena પર થયેલા અમેરિકી હુમલાના થોડા દિવસ પહેલાની છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાને ભારત સરકાર પાસેથી ઇમરજન્સી અનુરોધ કર્યો હતો.

News18
News18

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે. ટેન્શન હિંદ મહાસાગર સુધી પહોંચી ચૂક્યું છે. કેમ કે તેના એક હુમલામાં અમેરિકી સેનાએ ઈરાની જહાજ IRIS Dena જળમગ્ન કરી નાખ્યું. તેના પર સવાર તમામ ક્રૂના મોત થઈ ગયા હતા. આ દરમિયાન વધુ એક ઈરાની જહાજ માટે ભારત સંકટમોચક બનીને સામે આવ્યું છે. ભારતે એક અન્ય ઈરાની જહાજનો સુરક્ષિત બચાવ કર્યો છે. સંકટમાં ફસાયેલા ઈરાની જહાજ IRIS Lavanને ભારતે 24 કલાકની અંદર શરણ આપી છે. હવે ભારતીય નૌસેના તેના 183 ક્રૂ મેમ્બર્સની સંપૂર્ણ દેખરેખ રાખી રહી છે.

ભારત સરકારના ટોપ સૂત્રોના હવાલેથી મળતા સમાચાર અનુસાર, આ ઘટના શ્રીલંકાના દક્ષિણમાં IRIS Dena પર થયેલા અમેરિકી હુમલાના થોડા દિવસ પહેલાની છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાને ભારત સરકાર પાસેથી ઇમરજન્સી અનુરોધ કર્યો હતો. ઈરાને જણાવ્યું હતું કે તેનું જહાજ IRIS Lavan, જે ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં ભાગ લેવા માટે આ સમુદ્રી વિસ્તારમાં હતું. હાલમાં તે ગંભીર ટેકનિકલ ખામીનો સામનો કરી રહ્યું છે. જહાજને તાત્કાલિક રિપેર અને ડોકિંગની જરૂર હતી. ભારતે સ્થિતિની ગંભીરતા જોતા ખાલી 24 કલાકની અંદર 1 માર્ચના રોજ કોચ્ચિમાં ડોકિંગની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

કોચ્ચિ નૌસેના બેઝ પર સુરક્ષિત છે ક્રૂ

ભારત સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ ગત બુધવારે એટલે કે 4 માર્ચના રોજ IRIS Lavan સુરક્ષિત કોચ્ચિ પોર્ટ પર પહોંચી ગયું છે. હાલમાં આ જહાજના 183 ક્રૂ મેમ્બર્સને કોચ્ચિ સ્થિત ભારતીય નૌસેનાની વિશેષ સુવિધાઓમાં રોકવામાં આવ્યા છે, જ્યાં તેમની સંપૂર્ણ મદદ થઈ રહી છે.

ઈરાનના બાકી જહાજ ક્યાં છે?

આ સમગ્ર ઘટનાક્રમે વિસ્તારમાં ભારતની મજબૂત અને સંતુલિત કૂટનીતિને સાબિત કરી છે. આપને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ માટે નીકળેલા ઈરાની જહાજોના બેડા હાલમાં ત્રણ અલગ-અલગ સ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.

  • IRINS Lavan: ટેકનિકલ ખરાબી આવતાં ભારતના કોચ્ચિમાં સુરક્ષિત ડોક કર્યું છે.
  • IRINS Bushehr: આ જહાજ શ્રીલંકાના ત્રિંકોમાલી પોર્ટ પર ડોક કર્યું છે.
  • IRINS Dena: હિંદ મહાસાગરમાં અમેરિકીઓ દ્વારા કરવામાં આવેલા ભારે બોમ્બ બ્લાસ્ટનો શિકાર થયું, જેમાં લગભગ 100 ઈરાની નાવિકોના જીવ ગયા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *