શું હવે ડિગ્રીની કોઈ વેલ્યૂ નથી? માત્ર ડિગ્રી હોવાથી સારી નોકરી મળી જાય? આ પ્રશ્નોના નિષ્ણાતોએ આપ્યા જવાબ

શું હવે ડિગ્રીની કોઈ વેલ્યૂ નથી? માત્ર ડિગ્રી હોવાથી સારી નોકરી મળી જાય? આ પ્રશ્નોના નિષ્ણાતોએ આપ્યા જવાબ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Diploma Worth: ટેક્નોલોજીના આ યુગમાં નોકરી મળવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે અત્યારે ઉચ્ચ અભ્યાસ કરતા દરેક યુવાનના મનમાં એક જ પ્રશ્ન થાય છે કે ફ્કત ડિગ્રી હોવાથી સારી નોકરી મળી જશે? આ અંગે હવે નિષ્ણાતોએ પોતાનો મત આપ્યો છે.

કરિયર ગાઇડન્સ
કરિયર ગાઇડન્સ

Diploma Worth: આજથી થોડા વર્ષો પહેલા સુધી એવું માનવામાં આવતું હતું કે, જો હાથમાં ડિગ્રી આવી જાય તો નોકરી કન્ફર્મ સમજવાની, પરંતુ હવે આ ધારણા બદલાઈ ગઈ છે. કંપનીઓ હવે માત્ર ડિગ્રી જોઈને ભરતી કરતી નથી. ત્યારે વર્તમાન સમયમાં દરેક યુવાનના મનમાં એક જ પ્રશ્ન છે કે ફક્ત ડિગ્રી હોવાથી સારી નોકરી મળી જશે? કે કોલેજનો અભ્યાસ છોડીને કોઈ શોર્ટ-ટર્મ કોર્સ કે સ્કિલ શીખી લેવી જોઈએ? આ પ્રશ્નો પર છેલ્લા લાંબા સમયથી લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન હવે નિષ્ણાતોએ આ અંગે પોતાનો મત આપ્યો છે.

કંપનીમાં હવે સ્કિલની માંગ

હાલના સમયમાં ટેક, ડિજિટલ માર્કેટિંગ, ડેટા એનાલિટિક્સ અને ક્લાઉડ ઇન્ડસ્ટ્રી જેવી ફીલ્ડમાં ડિગ્રીથી વધારે એ વાતને મહત્વ આપવામાં આવે છે કે તમને કેટલું કામ આવડે છે. આ જ કારણસર સ્કિલ આધારિત કોર્સની ડિમાન્ડ વધી રહી છે. નોઈડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના ડીન ડો. તાન્યા સિંહનું માનવું છે કે, આવા કોર્સ મુખ્યત્વે પુસ્તકના જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર વધારે મહત્વ આપે છે. આ કોર્સ તમને ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરે છે. આવા કોર્સ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને કોઈપણ કરી શકે છે.

ડિગ્રીનું કોઈ મહત્વ નથી?

ડો. તાન્યા સિંહે વધુમાં કહ્યું કે, મોટી કંપનીઓમાં ઇન્ટરવ્યૂઅર હવે ફક્ત આટલું જ નથી જોતા કે તમે કઈ કોલેજમાંથી આવ્યા છો, પરંતુ તે પણ ચેક કરે છે કે તમારી પાસે કયું સર્ટિફિકેટ છે અને તમે કંપનીમાં કેટલી જલદી મદદરૂપ બની શકશો. જોકે, ડિગ્રી પણ મહત્વની છે. કોલેજના અભ્યાસથી તમને પુસ્તક જ્ઞાનની સાથેસાથે તમારી વિચારવાની ક્ષમતા, નેટવર્કિંગ અને પર્સનાલિટી પણ વિકસાવે છે. આગામી સમયમાં ડિગ્રી અને નાના-નાના કોર્સથી મળેલી સ્કિલ બંને જરૂરી બની રહેશે.

ફક્ત ડિગ્રી સફળતા ન અપાવે

આ ચર્ચા પર ન્યૂ દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (NDIM)ના મેનેજિંગ ડાયરેક્ટર આયુષ કુમારે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ડિગ્રીની વેલ્યૂ ખતમ નથી થઈ ગઈ, પરંતુ ફક્ત ડિગ્રીના ભરોસે રહેવું હવે સમજદારી નથી. ડિગ્રી તમારા માટે નોકરીના દરવાજા તો ખોલી શકે છે, પરંતુ તે રૂમમાં ટકી રહેવા માટે તમારી અંદર સ્કિલ્સ હોવી જોઈએ.

યુવાનોએ શું કરવું જોઈએ?

નિષ્ણાતોના સૂચન પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, શિક્ષણ સંસ્થાઓએ પણ હવે ફક્ત ડિગ્રી આપવાની સાથેસાથે સ્કિલ પણ શીખવવી પડશે. જો તમે વિદ્યાર્થી છો, તો પોતાની ડિગ્રી પૂરી કરો પણ સાથેસાથે પોતાની ફીલ્ડ સાથે જોડાયેલી નવી સ્કિલ્સ પણ શીખતા રહો.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/Career/

શું હવે ડિગ્રીની કોઈ વેલ્યૂ નથી? માત્ર ડિગ્રી હોવાથી સારી નોકરી મળી જાય? આ પ્રશ્નોના નિષ્ણાતોએ આપ્યા જવાબ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *