સૌથી પહેલા સુપર 8નું ફોર્મેટ સમજીએ. ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો હતી, તેને પાંચ પાંચના ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવી. આ ચારેય ગ્રુપમાં જે પણ બે ટીમો પહેલા અને બીજા નંબરે રહી, તેને સુપર 8માં જગ્યા મળી. હવે આ આઠ ટીમો ફરી વાર 2 અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા છે, જે પોતપોતાના ગ્રુપમાં ટોપ પર રહી હતી. જ્યારે ગ્રુપ 2માં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ છે.

