રણવીર સિંહની મુવી Dhurandhar 2 રિલીઝ પહેલા એડવાન્સ બૂકિંગ શરુ, 24 કલાકમાં લાખો ટિકિટો વેચાઇ ગઇ

રણવીર સિંહની મુવી Dhurandhar 2 રિલીઝ પહેલા એડવાન્સ બૂકિંગ શરુ, 24 કલાકમાં લાખો ટિકિટો વેચાઇ ગઇ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Dhurandhar 2 advance reserving: રણવીર સિંહની ધુરંધર 2 ફિલ્મનું ટ્રેલર શનિવારે રિલિઝ થતાં જ છવાઇ ગયું. ટ્રેલરની સાથે જ આ મુવીનું એડવાન્સ બૂકિંગ શરુ કરાતાં ગણતરીના કલાકોમાં જ લાખો ટિકિટો વેચાઇ ગઇ. ધુરંધર પાર્ટ 2 આગામી 19 માર્ચે રિલીઝ થવાની છે જે પહેલા 18 માર્ચે આ મુવીનું પેડ પ્રીવ્યૂ રખાયું છે અને એ માટે એડવાન્સ બૂકિંગ શરુ કરાયું છે. જેમાં અત્યાર સુધી ફિલ્મ મેકર્સે 18 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. 

ધુરંધર 2 મુવી 24 કલાકો લાખો ટિકિટ વેચાઇ

ધુરંધર 2 મુવી આગામી 19 માર્ચના રોજ રિલીઝ થવાની છે. જોકે એ પહેલા 18 માર્ચે પેડ પ્રીવ્યૂ માટે શનિવારે સવારે 11 વાગે એડવાન્સ બૂકિંગ શરુ કરાયું હતું. જોકે ગણતરીના 24 કલાકમાં લાખો ટિકિટ વેચાઇ ગઇ. જે રણવીર સિંહની ધુરંધર 2 ફિલ્મ પ્રશંસકો કેટલી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે એ બતાવી જાય છે. 

એડવાન્સ બૂકિંગથી 18 કરોડથી વધુની કમાણી

Sacnilk અનુસાર અત્યાર સુધીમાં ધુરંધર 2 ફિલ્મના એડવાન્સ બૂકિંગમાં ફિલ્મ મેકર્સને 18 કરોડથી વધુની કમાણી થઇ છે. જેમાં અંદાજે 6 કરોડ રુપિયાની બ્લોક બૂકિંગ પણ સામેલ છે. જો એ ગણવામાં ન આવે તો 2,06,367 ટિકિટોના વેચાણથી 12.30 કરોડ રુપિયાની કમાણી થઇ છે. જેમાં સૌથી મોટી કમાણી હિન્દી વર્ઝનની છે. જેની અંદાજે 1,94,514 ટિકિટોથી 12 કરોડ રુપિયાની કમાણી થઇ છે. 

હિન્દી વર્ઝન પછી ડબ્ડ તમિલ વર્ઝનનો નંબર આવે છે. જેની 7,317 ટિકિટ વેચાઇ છે. જેનાથી 9.9 લાખ રુપિયાની કમાણી થઇ છે. તમિલ વર્ઝને તેલુગુ વર્ઝનને પાછળ રાખી દીધું છે. જે શનિવારે આગળ હતું. રવિવાર સુધીમાં તેલુગુ વર્ઝનની કમાણી 9.6 લાખ રુપિયા છે. જેની 3,920 ટિકિટ વેચાઇ છે. 

તેલુગુ માર્કેટમાં ધુરંધર 2 હરિશ શંકરની એક્શન થ્રિલર ઉસ્તાદ ભગત સિંહ સાથે ટક્કર થવાની છે. જેમાં પવન કલ્યાણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પણ ઈદ પર 19 માર્ચે જ સિનેમાઘરોમાં રિલિઝ થવાની છે. 

તેલુગુ બાદ મલયાલમ વર્ઝન આવે છે. જેની 388 ટિકિટો વેચાતાં 1 લાખ જેટલી કમાણી થઇ છે. જ્યારે સૌથી ઓછી એડવાન્સ કમાણી કન્નડ વર્ઝનની છે. જેની માત્ર 198 ટિકિટ જ વેચાઇ છે. જેનાથી માત્ર 67 હજાર રુપિયાની કમાણી થઇ છે. 

શાહરુખ અને સલમાન વચ્ચે કેમ થઈ હતી લડાઈ? વર્ષો પછી ચેતક સ્ક્રીન એવોર્ડ્સમાં થયો ખુલાસો

અહીં નોંધનિય છે કે, રિલીઝના 10 દિવસ પહેલા જ ધુરંધર 2 એ બોલીવુડમાં એડવાન્સ બૂકિંગનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બનાવી લીધો છે. આ અગાઉ આ રેકોર્ડ 2024માં રિલિઝ થયેલ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 ના નામે હતો. જેનું પેડ પ્રીવ્યૂ એડવાન્સ બૂકિંગ 8.50 કરોડ રુપિયા હતું. જે આંકડો ધુરંધરે માત્ર 24 કલાકમાં પાર કરી લીધો છે. 

ફિલ્મ રિલિઝ પહેલા જ માત્ર એડવાન્સ બૂકિંગ કમાણી સાથે ધુરંધર 2 આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર છઠ્ઠી ફિલ્મ બની છે. વર્ષ 2026ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની વાત કરીએ તો ટોપ પર બોર્ડર 2 છે જેની કમાણી 361.79 કરોડ છે. શાહિદ કપૂરની ઓ રોમિયો 79.26 કરોડ રુપિયા, રાણી મુખર્જીની મર્દાની 3 ફિલ્મ 51.62 કરોડ રુપિયા, અગસ્ત્ય નંદાની ઇક્કીસ 36.25 કરોડ અને કેરલ સ્ટોરી 2 ફિલ્મ 25.40 કરોડ રુપિયા છે. 

અહીં નોંધનિય છે કે, આ અગાઉ રણવીર સિંહની રિલીઝ થયેલ ધુરંધર ફિલ્મે ઇતિહાસ રચ્યો હતો. બોક્સ ઓફિસ પર 890 કરોડ રુપિયાની કમાણી કરી હતી. દેશ દુનિયા સહિત એની કમાણી 1300 કરોડ રુપિયા કરતાં પણ વધુ હતી. આ સાથે તે ભારતની સૌથી વધુ કમાણી કરનાર ચોથી ફિલ્મ બની હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *