Final Up to date:
આ જહાજ 4 માર્ચના રોજ ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ / MILAN 2026 નેવલ એક્સરસાઈઝમાંથી પરત ફરી રહ્યું હતું. ત્યારે તે ડૂબી ગયું. જે જગ્યા પર આ હુમલો થયો છે.
કોલંબો: ઈરાન અને ઈઝરાયેલ જંગની આગ શ્રીલંકા સુધી પહોંચી ગઈ છે. શ્રીલંકાના દક્ષિણી તટ પર આવેલા ઈરાની નૌસેનાના એક જહાજને ડ્રોનથી નિશાન બનાવવામાં આવ્યું, જે બાદ 148 લોકો ગુમ હોવાનું કહેવાય છે. શ્રીલંકાના એક મોટા અધિકારીનું કહેવું છે કે ડૂબતા ઈરાની નેવીના જહાજમાંથી 32 લોકોને બચાવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના એક મોટા અધિકારી ડો. અનિલ જસિંધેનું કહેવું છે કે તેમાંથી એકની હાલત અતિ ગંભીર છે. સાતની ઈમરજન્સી સારવાર ચાલી રહી છે અને બાકી લોકોને સામાન્ય ઈજા થઈ છે.
આ જહાજ 4 માર્ચના રોજ ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ / MILAN 2026 નેવલ એક્સરસાઈઝમાંથી પરત ફરી રહ્યું હતું. ત્યારે તે ડૂબી ગયું. જે જગ્યા પર આ હુમલો થયો છે. ત્યાંથી ભારતના કન્યાકુમારીનું અંતર ખાલી 400 કિમી છે. કહેવાય છે કે અમેરિકી ડ્રોને ઈરાની જહાજને ટાર્ગેટ કર્યો હતો. વિદેશ મંત્રી વિજિતા હેરાથે પાર્લિયામેન્ટને જણાવ્યું કે શ્રીલંકાની નેવીને જાણકારી મળી હતી કે 180 લોકોવાળા જહાજ આઈરિસ ડેના મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને આઈલેન્ડ દેશે બચાવ મિશન પર જહાજ અને એરફોર્સના પ્લેન મોકલ્યા છે.

