મિડલ ઇસ્ટમાં યુદ્ધ તીવ્ર બન્યું, વિદેશ મંત્રાલયે ભારતીયોની મદદ માટે કંટ્રોલ રૂમ બનાવ્યો

મિડલ ઇસ્ટમાં યુદ્ધ તીવ્ર બન્યું, વિદેશ મંત્રાલયે ભારતીયોની મદદ માટે કંટ્રોલ રૂમ બનાવ્યો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


US-Israel-Iran Battle Updates : અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા જતા યુદ્ધને ધ્યાનમાં રાખીને ભારતે બુધવારે નવી દિલ્હીમાં એક વિશેષ કંટ્રોલ રૂમ બનાવ્યો છે, જેથી મધ્ય પૂર્વમાં ફસાયેલા પોતાના લોકોની મદદ કરી શકાય. યુદ્ધ પાંચમા દિવસે પહોંચી ગયું છે. યુએસ-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીના મોત પછી ઇરાને જવાબી કાર્યવાહી કરી છે.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મધ્ય પૂર્વમાં લગભગ એક કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા અને સુખાકારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે મધ્ય પૂર્વ અને ખાડી ક્ષેત્રમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી તેનો સંપર્ક કરી શકાય છે. 

મંત્રાલયે કહ્યું કે નવી દિલ્હી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને રાષ્ટ્રીય હિતમાં જરૂરી નિર્ણયો લેશે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે તે આ ક્ષેત્રની સરકારો અને અન્ય મુખ્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સંપર્કમાં છે. યુદ્ધ વચ્ચે ઈરાનમાં ભારતીય દૂતાવાસે તેહરાનથી સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળોએ મોકલ્યા છે.

આ પણ વાંચો – યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો – ઇરાન વાતચીત કરવા માંગે છે પણ હવે મોડું થઇ ગયું છે

અમેરિકાએ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો

અમેરિકાએ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર સૈન્ય હુમલો કર્યો હતો, જેમાં આયતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરવામાં આવી હતી. આ પછી ઈરાને ઇઝરાયલેમાં અમેરિકી સૈન્ય મથકો તેમજ સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, કુવૈત, જોર્ડન અને સાઉદી અરેબિયા સહિત ઘણા ગલ્ફ દેશો પર હુમલો કર્યો હતો.

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધમાં તેલની કિંમતોમાં ઉછાળો

ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થયો છે અને હોર્મુજ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ક્રુડના ભાવમાં વધારો થયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *