Final Up to date:
અત્યાર સુધીમાં 15 જેટલા પરિવારો કંટ્રોલરૂમના સંપર્ક કરી પોતાના પરિવારની માહિતી તંત્રને આપી છે. મોટા ભાગના પરિવારો દુબઈમાં ફસાયા છે. જે ભારત પરત આવવા ઈચ્છે છે તેવુ કંટ્રોલ રૂમના અધિકારીએ કહ્યું છે.
રાજકોટ: હાલમાં ચાલી રહેલા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે ખાડી દેશોમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાયેલી છે. જેના અનુસંધાને ખાડી દેશોમાં રાજકોટ જિલ્લાના કોઈ નાગરિક ફસાયા હોય અને મદદની જરૂરિયાત હોય તો તે માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. 0281-2471573, 0281-2410100 નંબર ઉપર કોલ કરીને લોકો પોતાના ફસાયેલા પરિવાર અંગેની માહિતી મેળવી શકશે તેમજ તેમની સ્થિતિની જાણ તંત્રને કરી શકશે. અત્યાર સુધીમાં 15 જેટલા પરિવારોએ કંટ્રોલરૂમનો સંપર્ક કરી પોતાના પરિવારની માહિતી તંત્રને આપી છે. મોટા ભાગના પરિવારો દુબઈમાં ફસાયા છે, જે ભારત પરત આવવા ઈચ્છે છે તેવું કંટ્રોલ રૂમના અધિકારીએ કહ્યું છે.
આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં આવેલી ભારતીય દૂતાવાસોએ ભારતીય નાગરિકોને વધુમાં વધુ સાવચેતી રાખવા, સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા અને અનાવશ્યક અવરજવર ટાળવા સલાહ આપી છે. તાત્કાલિક પરિસ્થિતિમાં સમયસર સહાયતા મળી રહે તે માટે દૂતાવાસોએ 24×7 હેલ્પલાઇન નંબર અને ઇ-મેલ આઈ.ડી. પણ જાહેર કર્યા છે. ઇઝરાયલમાં કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં, લોકો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અને +972-54-2428378 પર સંપર્ક કરી શકે છે. અથવા consl.telaviv@mea.gov.in પર ઇમેલ કરી શકે છે.

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે પણ તાત્કાલિક સંપર્ક નંબર જાહેર કર્યા છે: +989128109115, +989128109109, +989128109102 અને +989932179359.
અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસનો ટોલ-ફ્રી નંબર 800-46342 છે, વોટ્સએપ નંબર +971543090571 છે. લોકો pbsk.dubai@mea.gov.in અને ca.abudhabi@mea.gov.in પર ઇમેલ દ્વારા પણ સંપર્ક કરી શકે છે.
રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે 24×7 તાત્કાલિક હેલ્પલાઇન નંબર 00-966-11-4884697, 00-966-542126748 (માત્ર વોટ્સએપ) અને ટોલ-ફ્રી નંબર 800 247 1234 જાહેર કર્યા છે. સહાય માટે cw.riyadh@mea.gov.in પર પણ સંપર્ક કરી શકાય છે. દોહા સ્થિત ભારતીય દૂતાવાસ સામાન્ય રીતે કાર્યરત છે. તેની 24×7 હેલ્પલાઇન સંખ્યા 00974-55647502 છે અને પ્રશ્નો cons.doha@mea.gov.in પર મોકલી શકાય છે. ડમાસ્કસ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક +963-993385973 પર કરી શકાય છે, eoidamascus.gov.in પર મુલાકાત લઈ શકાય છે અથવા cons.damascus@mea.gov.in પર ઇમેલ કરી શકાય છે.
બગદાદ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક નંબર +964 771 651 1185 (અંગ્રેજી અને હિન્દી) અને +964 770444 4899 (અરબી) છે. eoibaghdad.gov.in પર મુલાકાત લઈ શકાય છે અથવા cons.baghdad@mea.gov.in, consl.baghdad@mea.gov.in અને pol.baghdad@mea.gov.in પર ઇમેલ કરી શકાય છે. રામલ્લાહમાં તાત્કાલિક પરિસ્થિતિમાં લોકો +970592916418 પર સંપર્ક કરી શકે છે અથવા repoffice@mea.gov.in અને cons.ramallah@mea.gov.in પર ઇમેલ કરી શકે છે.
કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસ સાથે group.kuwait@mea.gov.in પર ઇમેલ દ્વારા અથવા +96565501946 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાય છે. બહરીન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને દૂતાવાસ અને સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા જારી કરાયેલા સૂચનોનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેની 24×7 હેલ્પલાઇન સંખ્યા 00973-39418071 છે. જોર્ડન સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક 00962-770 422 276 પર કરી શકાય છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ક્યુઆર કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જે વ્યક્તિ ફસાયા હોય તે પોતે પણ ક્યુઆર કોડમાંથી પોતાનું લોકેશન નાખીને માહિતી આપી શકશે.

