ગત 4 દિવસોથી ઓલા ઈલેક્ટ્રિકના શેર સતત ઘટાડાનો સામનો કરી રહ્યા હતા અને કાલે તે પોતાના હજુ સુધીના સૌથી નીચલા સ્તર એટલે કે, 27.36 રૂપિયા પર પહોંચી ગયા હતા. જો કે, જેમ જ સ્પષ્ટતા થઈ કે, અદાલતે ભાવિશ અગ્રવાલને ધરપકડથી સુરક્ષા આપી દીધી છે, તરત જ બજારનો મૂડ બદલાઈ ગયો. કંપનીના શેરોમાં લગભગ 5 ટકાની તેજી જોવા મળી અને તે 29.35 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા. ઓલા ઈલેક્ટ્રિકે આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે, “ગોવાના જિલ્લા ગ્રાહક આયોગે આ વોરંટ જારી કરવામાં તેના કાનૂની અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે.” કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કમિશન પાસે આવા વોરંટ જારી કરવાનો અધિકાર નથી.

