ભારતે ટી20 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો: નોકઆઉટ મેચમાં બનાવ્યો સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ

ભારતે ટી20 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો: નોકઆઉટ મેચમાં બનાવ્યો સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સંજુ સેમસને પહેલી જ ઓવરમાં ચોગ્ગાથી ભારતનું ખાતું ખોલ્યું અને ફરી ધડાધડ રન બનાવવાના શરૂ કર્યા. એક એક કરીને તેમણે ઈંગ્લેન્ડના તમામ બોલર્સના ધજાગરા ઉડાવતા ભારત માટે વિશાળ સ્કોરનો પાયો નાખ્યો.

News18
News18

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. ભારતે આ મેચમાં પહેલા બેટિંગ કરતા 253 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. આ ટી20 વર્લ્ડ કપના નોકઆઉટમાં સૌથી મોટા ટોટલનો રેકોર્ડ છે. ટોસ હાર્યા બાદ ભારતીય બેટ્સમેનોએ મુંબઈના વાનખેડેમાં રૌદ્ર રૂપમાં જોવા મળ્યા. સંજુ સેમસને પહેલી જ ઓવરમાં ચોગ્ગાથી ભારતનું ખાતું ખોલ્યું અને ફરી ધડાધડ રન બનાવવાના શરૂ કર્યા. એક એક કરીને તેમણે ઈંગ્લેન્ડના તમામ બોલર્સના ધજાગરા ઉડાવતા ભારત માટે વિશાળ સ્કોરનો પાયો નાખ્યો. સેમસનની દમદાર શરૂઆત અપાવવાનો ફાયદો બાકીના બેટ્સમેનોએ પણ ઉઠાવ્યો અને તોફાની બેટિંગથી ઐતિહાસિક ટોટલ સુધી પહોંચાડી દીધા.

ભારતે આ સ્કોર બનાવી 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. ભારત પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના નામ પર હતો. વેસ્ટ ઇન્ડિઝે 2012માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર વિકેટના નુકસાન પર 205 રન બનાવ્યા હતા. ત્રીજો સૌથી મોટો સ્કોર ટી20 વર્લ્ડ કપ નોકઆઉટ ટોટલ ઓસ્ટ્રેલિયાના નામ પર છે, જેણે 2010માં પાકિસ્તાન વિરુદ્ધ 197/7નો સ્કોર બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. 2016માં ભારત વિરુદ્ધ નોકઆઉટ મેચમાં તેમણે 196 રન બનાવ્યા હતા.

વાનખેડેમાં સેમસનનું તોફાન

ઈનિંગ્સની શરૂઆતમાં જ ભારતે અભિષેક શર્માની વિકેટ ખોઈ દીધી હતી, જ્યારે બીજી ઓવરના છેલ્લા બોલ પર તે 9 રન બનાવીને આઉટ થઈ ગયો. અહીંથી સંજુ સેમસને ઈશાન કિશન સાથે મળી બીજી વિકેટ માટે 45 બોલમાં 97 રનની ભાગીદારી કરતા ભારતને 117 રનના સ્કોર સુધી પહોંચાડી દીધા. ઈશાન 18 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 39 રન બનાવી આઉટ થયો, જે બાદ સેમસને શિવમ દૂબે સાથે ત્રીજી વિકેટ માટે 22 બોલમાં 43 રન જોડીને ટીમને 160 ના સ્કોર સુધી પહોંચાડી દીધી. જો કે સેમસન સદી ચૂકી ગયો. સંજુ સેમસન 42 બોલમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે 89 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

દુબે-હાર્દિક અને તિલકની પણ ગર્જના

સેમસન આઉટ થયા બાદ બીજા છેડેથી શિવમ દૂબેએ મોર્ચો સંભાળી રાખ્યો. તેણે હાર્દિક પંડ્યા સાથે 22 રન જોડ્યા. પણ રન લેતી વખતે ભૂલથી દૂબેએ પોતાની વિકેટ ખોવાનો વારો આવ્યો. જે 25 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 43 રન બનાવીને આઉટ થયો. હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ અંતિમ ઓવરમાં ધૂંઆધાર બેટિંગ કરતા ભારતને 253/7ના સ્કોર સુધી પહોંચાડી દીધી. પંડ્યાએ 12 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 27 રનની ઈનિંગ્સ રમી. જ્યારે તિલક વર્માએ 7 બોલમાં 3 છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *