Mphasis- Motilal Oswalએ IT કંપની Mphasis પર BUY રેટિંગ પુનરાવૃત્તિ કરી છે અને 3,400 રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે. સ્ટોક 2,297ના સ્તરે બંધ થયો હતો. એટલે કે, અહીંથી સ્ટોકમાં 48% સુધીનો વધારો શક્ય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, બજારમાં AIને લઈને ચર્ચા તેજ છે, પણ એન્ટરપ્રાઈઝ લેવલે તેની અસર ધીમે ધીમે દેખાશે. છેલ્લા ચાર ક્વાર્ટરમાં કંપનીએ લગભગ 2 અબજ ડોલરનું TCV મેળવ્યું છે, જે ડબલ ડિજિટ ગ્રોથને સપોર્ટ કરી શકે છે. જોકે, AI આધારિત ડિસ્ટર્પ્શનને કારણે વેલ્યુએશન મલ્ટિપલના વિસ્તરણમાં મર્યાદા રહી શકે છે.

