નવી દિલ્હીઃ સામાન્ય રીતે કમે જૂની નોકરીનું સેલેરી એકાઉન્ટ, કોઈ ઓફર માટે ખોલાવવામાં આવેલું ઝીરો બેલેન્સ ખાતું કે કોઈ જૂનું જોઈન્ટ એકાઉન્ટ ઉપયોગ કરવાનું બંધ કરી દો છો, પરંતુ તેને ક્લોઝ નથી કરાવતા. તો શું ખાલી પડેલા ખાતાથી કોઈ નુકાસન થશે? વાસ્તવમાં, ભૂલી ગયેલું ખાતું તમારી નાણાકીય સ્થિતિ માટે એક સાઈલેન્ટ કિલર બની શકે છે. તે ન માત્ર તમારી જમા મૂડી ધીરે-ધીરે ખતમ કરી શકે છે, પરંતુ તમારો ક્રેડિટ સ્કોર અને સુરક્ષા માટે પણ જોખમ પેદા કરી શકે છે.

