બિહારના સીએમ નીતિશ કુમાર રાજ્યસભામાં જાય તેવી અટકળો, પુત્ર નિશાંત કુમાર નાયબ મુખ્યમંત્રી બને તેવી સંભાવના

બિહારના સીએમ નીતિશ કુમાર રાજ્યસભામાં જાય તેવી અટકળો, પુત્ર નિશાંત કુમાર નાયબ મુખ્યમંત્રી બને તેવી સંભાવના

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


bihar cm nitish kumar : બિહારમાં બુધવારે એવી અટકળોએ રાજકીય હલચલ વધારી દીધી હતી કે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ શકે છે. એવી પણ ચર્ચા છે કે નીતિશ રાજ્યસભામાં ગયા બાદ ભાજપને મુખ્યમંત્રી પદ મળી શકે છે અને નીતીશ કુમારના પુત્ર નિશાંતને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

સૂત્રો સૂચવે છે કે ભાજપનો મુખ્યમંત્રી હશે. આ અટકળો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે પટનાની મુલાકાત લે તેવી શક્યતા છે. આખો દિવસ સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા ચાલી હતી. જોકે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે આ અટકળોને ‘હોળીની મજાક’ ગણાવી હતી અને કહ્યું હતું કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી છે.

 મુખ્યમંત્રી પદના દાવેદાર

એનડીએના સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, બિહારના મંત્રી દિલીપ જયસ્વાલ અને દિઘાના ભાજપના ધારાસભ્ય સંજીવ ચૌરસિયા સંભવિત મુખ્યમંત્રી પદના ઉમેદવારોમાં છે, જ્યારે જેડી(યુ) પાસે વિજય કુમાર ચૌધરી અને નિશાંત કુમારના નામથી બે ડેપ્યુટી સીએમ હોઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય પણ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી શકે છે.

ઘટનાક્રમનું વર્ણન કરતા NDAના એક નેતાએ કહ્યું કે  શરૂઆતની ચર્ચા નિશાંત કુમારને રાજ્યસભામાં મોકલવાની થઈ હતી. જોકે નિશાંતે બિહારથી પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા માટે ઉત્સુકતા દર્શાવી હોવાનું કહેવાય છે. જ્યારે આ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે BJPના કેન્દ્રીય નેતૃત્વએ નીતિશ કુમારને રાજ્યસભામાં જવા અને તેમની પસંદગીના અનુગામીને નોમિનેટ કરવાની સલાહ આપી હતી. નીતિશ તેમાં સંમત થયા હતા.

ભાજપે બે ઉમેદવારોની જાહેરાત કરી

બિહારની પાંચ રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ છે. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નામ સહિત તેના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જ્યારે એનડીએના સાથી ઉપેન્દ્ર કુશવાહાને સતત બીજી વખત રાજ્યસભામાં મોકલવાની પુષ્ટિ કરવામાં આવી છે.

જેડીયુએ હજુ સુધી નામની જાહેરાત કરી નથી

બીજી તરફ જેડીયુએ હજી સુધી તેના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. આ મહિનાની શરૂઆતમાં પોતાનો 75 મો જન્મદિવસ ઉજવનાર નીતિશ કુમારને જેડીયુ તરફથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવાની ચર્ચા તે સમયે સામે આવી જ્યારે પાર્ટીએ એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેમના પુત્ર નિશાંત રાજકારણમાં આવશે.

એવી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી કે નિશાંતને સીધા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. ત્યારબાદ સમાચાર સામે આવ્યા કે નીતિશ કુમાર રાજ્યસભાના રસ્તે સન્માનજનક વિદાય લઈ શકે છે. નીતિશ કુમાર 2005 થી રાજ્યની સત્તા સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો – શ્રીલંકાના તટ પાસે ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાનો સબમરીનથી હુમલો, ભારતથી પરત ફરી રહ્યું હતું, 87 લોકોના મોત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતિશ રાજ્યસભામાં ગયા બાદ ભાજપ બિહારમાં પહેલીવાર પોતાનો મુખ્યમંત્રી બનાવી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું કે સમજુતી હેઠળ નીતીશ કુમાર તેમના પુત્ર માટે નાયબ મુખ્યમંત્રી પદ પર સહમત થઈ શકે છે.

આ ચર્ચાઓ વચ્ચે બેગુસરાય લોકસભા બેઠકના સાંસદ ગિરિરાજ સિંહને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આજે હોળી છે. આ પ્રસંગે આવા જોક્સ સામાન્ય છે. નીતીશ કુમારજી મુખ્યમંત્રી છે. ”

જેડીયુ નેતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું

જેડીયુના ધારાસભ્ય સંજય કુમારે પણ આ અટકળો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સંજય કુમારે કહ્યું કે અમને ખબર નથી કે પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર કોણ હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુર પોતાની બેઠક જાળવી રાખી શકે છે, પરંતુ તે પણ સત્તાવાર નથી. બીજી બેઠક અંગેનો નિર્ણય મુખ્યમંત્રીએ લેવાનો છે, જે છેલ્લી ઘડીએ નિર્ણય લેવા માટે જાણીતા છે. મીડિયામાં ચાલી રહેલા ન્યૂઝ પર હાલ કશું કહીં શકાય નહીં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *